Fri,15 November 2024,6:38 pm
Print
header

GST અધિકારી પર ACB ટ્રેપ, કુલ 3 લોકો લાંચ લેતા ઝડપાઇ ગયા- Gujarat Post

આ ટ્રેપમાં કલાસ-2 અધિકારી સહિત ત્રણ લોકો લાંચ લેતા પકડાયા 

તમારી પાસે પણ કોઇ અધિકારી લાંચ માંગે છે તો કરો એસીબીનો સપંર્ક

એસીબી લાંચિયા બાબુઓને શિખવી નાખશે સબક

અમદાવાદઃછેલ્લા કેટલાક સમયથી જીએસટીના કર્મચારીઓ અને અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો વધી છે. હવે એસીબીએ આ મામલે સપાટો બોલાવી દીધો છે. ફરીયાદી ભાગીદારીમાં બાંધકામનો ધંધો કરતાં હતા અને તેઓનો જીએસટી નંબર રિજેકટ થઇ ગયો હતો.જેથી આ નંબર ચાલુ કરાવવા માટે અમદાવાદના સીએનો સંપર્ક કરાયો હતો, જેમાં  આશિષ સુભાષ અગ્રવાલ (ખાનગી વ્યક્તિ) અને સીએ કુનાલ સુભાષ અગ્રવાલ મારફતે રાજ્ય કરવેરા ભવન, અમદાવાદ ઓફિસમાં અપીલ કરવામાં આવી હતી. જીએસટી નંબર ચાલુ કરવા માટે ગૌરાંગ રમેશચંદ્ર વસૈયા, રાજ્ય વેરા અધિકારી  (વિભાગ-2) રાજ્ય કર ભવન, આશ્રમ રોડ, વર્ગ-2 એ રૂ. 50,000 ની લાંચ માંગી હતી. બાદમાં બે ખાનગી વ્યક્તિઓએ ફરિયાદી અને અધિકારી સાથે બેઠક કરાવીને બધુ નક્કિ કર્યું હતુ.

રકઝકને અંતે રૂ. 35,000ની લાંચ લેવાનું નક્કિ કરાયું હતુ. લાંચના રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. હાલમાં આરોપીઓની અટકાયત કરીને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારીઃ 

કે.વી.લાકોડ, પીઆઇ   
વડોદરા ગ્રામ્ય એસીબી પો.સ્ટે. 
તથા ટીમ  

સુપર વિઝન અધિકારી: 
પી.એચ.ભેસાણીયા
મદદનિશ નિયામક, 
એસીબી વડોદરા એકમ, વડોદરા

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch