ભરૂચઃ એસીબીએ 1 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, અવધેશકાંત રામશંકર બિમલને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, ઇ.એસ.આઇ.સી (એમ્પ્લોયઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન) હોસ્પિટલ, અંકલેશ્વર લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા છે. પકડાયેલા અધિકારી મૂળ દિલ્હીના રહેવાસી છે અને અંકલેશ્વરમાં તેમની નોકરી છે.
એસીબીએ શાલીમાર હોટલ, વાલીયા રોડ, અંકલેશ્વરમાં જ આ ઓપરેશન પાર પાડ્યું છે. ફરિયાદી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે આવેલી પદ્મસિધ્ધા હોસ્પિટલનું વહિવટી કામ કરતા હતા, હોસ્પિટલના 2022 માં ઇએસઆઇસી (એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન) સાથે એમ.ઓ.યુ. થયેલા, જે અંતર્ગત ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ તરફથી રીફર થયેલા દર્દીઓને સંપુર્ણ કેસલેશ સારવાર આપવાની હોય છે, જેના બીલોનું ભુગતાન એમ.ઓ.યુ. પ્રમાણે ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ અંકલેશ્વર સમયાંતરે કરે છે. હાલ સુધી ફરિયાદીની હોસ્પિટલ દ્વારા અંદાજીત ચાર કરોડ રૂપિયાના બીલો રજુ કરેલા હતા. પરંતુ તેમને રૂપિયા મળ્યાં હતા.
આ બીલો ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલમાં ફિઝીકલ સ્વરૂપે મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોકટર પાસે જમા કરાવ્યાંને બે મહિના જેટલો સમય થયો હતો. તેમ છંતા બીલોની રકમ અપાઇ ન હતી. અધિકારીએ ફરિયાદીને બોલાવીને 2.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જણાવ્યું હતુ કે દિલ્હીથી ઇ.એસ.આઇ.સી.માં નોકરી કરતા સોનુ નામના પી.એ.નો ફોન આવશે અને તેના કહ્યાં પ્રમાણે
લાંચના રૂપિયાની વ્યવસ્થા કરવાની છે.
સોનું નામના વ્યકિતનો ફોન આવતા ફરિયાદીએ 50 હજાર રૂપિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના બેન્ક એકાઉન્ટના ટ્રાન્સફર કર્યાં હતા. બાકીના 2 લાખ રૂપિયાની માંગણી કરાઇ રહી હતી. જેમાં હોટલમાં રૂપિયા લેવા આવેલા અધિકારીને એસીબીએ ઝડપીને લાંચની રકમ રિકવર કરાઇ છે. નોંધનિય છે કે આરોપીએ 1 લાખ રૂપિયા લાંચ લીધી અને 1 લાખ રૂપિયા એટીએમથી બેંકમાં નાખવા દમ માર્યો હતો અને ત્યાં જ એસીબીની ટીમ ત્રાટકી હતી.
ટ્રેપીંગ અધિકારીઃ
શ્રી એમ.કે.સ્વામી, પો.ઇન્સ. એ.સી.બી. વડોદરા ફિલ્ડ
સુપરવિઝન અધિકારીઃ
પી.એચ. ભેસાણીયા
મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
ACB એ નાયબ મામલતદારને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, અન્ય આરોપી પણ પકડાયો | 2024-11-13 18:27:36
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
વધુ એક સ્કૂલના આચાર્ય ACB ની ઝપેટમાં, રૂપિયા 14 હજારની લાંચ લેતા ઝડપાયા | 2024-11-12 08:12:53
લોરેન્સ બાદ બિશ્નોઈ ગેંગના અન્ય માફિયાઓ માટે કરણી સેનાએ જાહેર કર્યું ઈનામ- Gujarat Post | 2024-11-11 10:13:56