Sat,16 November 2024,5:56 am
Print
header

રૂ. 55,000ની લાંચનો પર્દાફાશ, કરજણમાં બે સરકારી કર્મીઓ પર ACBનો સકંજો- Gujarat Post

વડોદરાઃ ફરીયાદીના મિત્રની RTS અપીલ નાયબ કલેકટર કરજણ ખાતે ચાલતી હતી. જે અપીલના કામે ફરીયાદીના મિત્રની તરફેણમાં નવેસરથી નોંધ પડાવી દેવા માટેનો ઓર્ડર કરાવવા દર્શન ચીનુભાઇ પટેલ, સર્કલ ઓફિસર, વર્ગ-3, મામલતદાર કચેરી કરજણએ રૂ.50,000 તેમજ ભાગ્યશ્રી દિલીપરાવ સિંદે, કોમ્પ્યુટર ઓપરેટર, (કરાર આધારિત) ATVT, પ્રાત કચેરી, કરજણને રૂ.5,000 મળીને કુલ રૂ.55,000 ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી.

ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરીને આ કામના આરોપી દર્શન રૂ. 55,000 ની લાંચ સર્કલ ઓફિસરની ચેમ્બર, મામલતદાર કચેરી કરજણમાં સ્વીકારતા ઝડપાઇ ગયો, રૂ.5,000 આરોપી મહિલાકર્મીને આપતા તે પણ એસીબીના સકંજામાં આવી ગયા હતા. આમ બંન્ને આરોપીઓએ ગુનો કરતા પકડાઇ ગયા છે.  તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓને એસીબીએ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ટ્રેપીંગ અધિકારી કે.વી.લાકોડ, પી.આઇ. વડોદરા ગ્રામ્ય એ.સી.બી, સુપરવિઝન અધિકારી પી.એચ.ભેસાણીયા, મદદનીશ નિયામકની ટીમે સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch