Fri,15 November 2024,6:50 am
Print
header

CGST ના અધિકારી ACB ની ટ્રેપમાં ફસાયા, આટલા રૂપિયાની લાંચ લઇને નોકરી મુકી જોખમમાં

ACB એ પાર પાડ્યું ઓપરેશન, રૂ.4000 હજારની લાંચમાં ફસાયા બાબુ

મહેસાણાઃ સેન્ટ્રલ જીએસટીના વધુ એક બાબુ એસીબીની ટ્રેપમાં ફસાઇ ગયા છે, રવિશંકર જગદીશચંદ્ર જોષી, સુપ્રિટેન્ડન્ટ ઓફ સી.જી.એસ.ટી (વર્ગ-2), સરદાર કોમ્પલેક્ષ, માલગોડાઉન રોડ, મહેસાણા- લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.આરોપીએ 5 હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને અંતે 4 હજાર રૂપિયા રોકડા લેતા આ સરકારી બાબુ ઝડપાઇ ગયા છે.

સીજીએસટીની કચેરી, બીજો માળ, સરદાર કોમ્પલેક્ષ, માલગોડાઉન રોડ, મહેસાણામાં લીધી હતી લાંચ

સીજીએસટીના અન્ય અધિકારીઓમાં ફફડાટ

ફરીયાદીને પોતાની દુકાનનો જી.એસ.ટી. નંબર રદ્દ કરવાની નોટીસ મળી હતી, જેથી તેમને આ અધિકારીને મળીને દુકાનનો જી.એસ.ટી નંબર ચાલુ રાખવા વિનંતી કરી હતી. જે માટે આરોપી અધિકારીએ 5 હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને લાંચ આપવામાં નહીં આવે તો દુકાનનો જીએસટી નંબર બંધ જ રહેશે તેવી ચીમકી આપી હતી. ફરિયાદીએ આ મામલે એસીબીને જાણ કરી હતી, જેમાં અધિકારી લાંચના છટકામાં આવી ગયા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ટ્રેપ બાદ સીજીએસટી વિભાગના અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ટ્રેપીંગ અધિકારીઃ એસ.ડી.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર,
મહેસાણા એ.સી.બી પોલીસ સ્ટેશન

સુપર વિઝન અધિકારીઃ એ.કે.પરમાર, મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી.એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch