Sat,16 November 2024,1:56 pm
Print
header

ACB- જૂનાગઢમાં CGST ના આ કર્મચારી લાંચ લેતા ઝડપાયા- Gujarat Post

અમદાવાદ- ગાંધીનગરમાં પણ મોબાઇલ સ્કવોર્ડના કર્મચારીઓની હેરાનગતિથી વેપારીઓ ત્રાહિમામ

જૂનાગઢઃ સીજીએસટી વિભાગના વધુ એક કર્મચારી લાંચની રકમ સાથે એસીબીના હાથે ઝડપાઇ ગયા છે, કીશોર રાજાભાઇ પનારા, ટેક્ષ આસિસ્ટન્ટ-વર્ગ-3, CGST ડિવીઝન કચેરી જૂનાગઢને રૂપિયા 2 હજારની લાંચની રકમ સાથે ઝડપી લેવાયા છે, આ રકમ રિકવર કરાઇ છે. આ કેસમાં જૂનાગઢ એસીબીના પીઆઇ વી.આર.પટેલ ફરિયાદી બન્યાં હતા. સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાં, સેન્ટ્રલ જી.એસ.ટી. ડિવીઝનની કચેરી નીચે, મધુરમ બાયપાસ રોડ પર લાંચની રકમ લેવામાં આવી હતી.

જૂનાગઢ એસીબીને ખાનગી રાહે એવી રજૂઆત મળેલી કે સેન્ટ્રલ જી.એસ.ટી ડિવીઝનની કચેરી, જૂનાગઢના અધિકારી- કર્મચારીઓ વેપારીઓના માલ સામાનની ગાડીઓ રોકીને નાની મોટી ભૂલો કાઢીને કાયદેસરની કાર્યવાહી ન કરવા લાંચની માંગણી કરે છે અને વેપારીઓને દમ મારે છે.

જેમાં એસીબી દ્વારા લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ આ કામના સહકાર આપનાર ડીકોયરનો માલ સામાનનો ટ્રક છોડી આપવાના અવેજ પેટે રૂપિયા 2 હજારની લાંચ માંગી હતી, જ્યારે લાંચ લેવાઇ ત્યારે જ એસીબીએ આ કર્મચારીને ઝડપી લીધા હતા.

ટ્રેપિંગ અધિકારી, વી.આર.પટેલ, ઇ.ચા પીઆઇ, જૂનાગઢ એસીબી, સુપર વિઝન અધિકારી  બી.એલ.દેસાઇ, મદદનીશ નિયામક, જૂનાગઢ એસીબી એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch