Sat,21 September 2024,6:05 am
Print
header

ACB નું મોટું ઓપરેશન, આ નાયબ મામલતદાર રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા

લાંચની મોટી રકમ કરવામાં આવી રિકવર

એસીબીને મળી મોટી સફળતા

તમે પણ કરી શકો છો એસીબીમાં ફરિયાદ

પાટણઃ એસીબીએ મોટા લાંચકાંડનો પર્દાફાશ કરીને નાયબ મામલતદારની ધરપકડ કરી છે, અલ્પેશ ભોજાભાઈ ખેર,નાયબ મામલદાર,વહીવટ, કલેકટર કચેરી, પાટણ, વર્ગ-3 ને રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આરોપીએ ધી જનતા મેડીકલ સ્ટોર, જનતા હોસ્પિટલની બાજુમાં લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા અને લાંચની રકમ રિકવર કરવામાં આવી હતી.

ફરિયાદીએ અહીં જમીન ખરીદી હતી અને આ જમીન એન.એ. કરાવવા માટે અરજી કરી હતી, જેમાં આ કામ કરી આપવા માટે રૂપિયા 5 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ લાંચનું છટકું ગોઠવતા તેમાં આ નાયબ મામલતદાર આવી ગયા હતા. તેઓ રંગેહાથ લાંચ લેતા એસીબીના હાથમાં આવી ગયા છે.

ટ્રેપીંગ અધિકારીઃ એમ.જે.ચૌધરી,
પો.ઇન્સ. એ.સી.બી, પાટણ

સુપરવિઝન અધિકારી: વી.એસ.વાઘેલા,
ઈ.મદદનીશ નિયામક, એ.સી.બી, બોર્ડર એકમ, ભૂજ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch