Sat,16 November 2024,5:52 am
Print
header

ACB ટ્રેપ- આ ગામના તલાટી કમ મંત્રી આટલી લાંચ લેતા ઝડપાયા- Gujarat Post

વલસાડઃ ફરીયાદીનાં મિત્રની વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં અંભેટી ગામે  માલિકીની ખેતીની જમીન આવેલી છે. જે ખેતીની જમીન બિન ખેતી (એન.એ) કરાવવા માટે દાખલો મેળવવા ફરીયાદીનાં મિત્રએ અંભેટી ગ્રામ પંચાયત ખાતે અરજી આપી હતી. જેની સામે આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા રૂ.30,000 ની લાંચની માંગણી કરી હતી.

જે પૈકી રૂ.20,000 જે તે દિવસે ફરીયાદી પાસેથી આરોપી સ્નેહલ જેસીંગભાઇ પટેલ, તલાટી કમ મંત્રી, વર્ગ-3, અંભેટી ગ્રામ પંચાયતે લઇ લીધા હતા અને બાકીના 10,000 રૂપિયા આરોપીએ તા.06.04.2022 ના રોજ આપવા જણાવ્યું હતું.

ફરીયાદી લાંચની રકમ રૂ.10,000 આપવા માંગતાં ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે લાંચનુ છટકું ગોઠવીને આરોપીને ઝડપી લેવાયો છે.  ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂપિયા 10,000 અંભેટી ગ્રામ પંચાયતના કંપાઉન્ડની બહાર રસ્તા પર, સ્વીકારતા ઝડપાઇ ગયા છે. આરોપીને એસીબીએ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારી એન.કે.કામળીયા, પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ, સુપરવિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત સહિતની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch