Sun,17 November 2024,7:21 pm
Print
header

ACB ની ઝપેટમાં વધુ એક સરકારી બાબુ, અમદાવાદમાં વોર્ડ સબ ઇન્સ્પેક્ટર રૂપિયા 6000 ની લાંચમાં ઝડપાઇ ગયો

અમદાવાદઃ એસીબીએ અમદાવાદમાંથી વધુ એક લાંચિયા અધિકારીને લાંચની રકમ સાથે ઝડપી લીધો છે. અજય ધનજીભાઇ વાઘેલા, વોર્ડ સબ ઇન્સ્પેકટર, નિકોલ-કઠવાડા વોર્ડ અ.મ્યુ.કોર્પોરેશન, વર્ગ-3 ને 6000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી લીધો છે. શેડ નંબર-10, સફલ એસ્ટેટ, કઠવાડા, રાજ રેસીડેન્સીની બાજુમાં જ એસીબીએ છટકુ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો છે. 

ફરીયાદી સફલ એસ્ટેટ કઠવાડામાં ભાડાના શેડમાં એલીવેટર કન્ટ્રોલ પેનલ બનાવવાનો વ્યવસાય કરે છે પોતે સફલ એસ્ટેટના ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવતા હોવાથી સફલ એસ્ટેટમાં આવેલા કુલ-78 શેડનો નોર્મલ કચરો જે શેડના કોમન પ્લોટમાં નાખવામાં આવતો હોવાથી તે કચરો ઉપાડવા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના નિકોલ કઠવાડા વોર્ડના વોર્ડ સબ ઇન્સ્પેકટરે ફરીયાદી પાસે રૂ.6500 ની લાંચની માંગણી કરી હતી. તેમજ દર મહીને કચરો ઉપાડવા લાંચ આપવા જણાવ્યું હતુ. ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં આરોપી 6 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch