Mon,18 November 2024,12:17 am
Print
header

ખેડા જિલ્લામાં ACBનો સપાટો, કપડવંજ અને કઠલાલના સર્વેયર રૂપિયા 12 હજારની લાંચ લેતા ઝડપાયા

ખેડાઃ એસીબીએ ફરી એક વખત ખેડા જિલ્લામાં લાંચિયા કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. બ્રિજેશ રમેશભાઇ પટેલ, મેન્ટેનન્સ સર્વેયર, વર્ગ-૩, સીટી સર્વેયરની કચેરી કઠલાલ અને રાહુલ પોપટલાલ પટેલ, ઇન્ચાર્જ સિરસ્તેદાર, વર્ગ-૩, કપડવંજ સીટી સર્વેની કચેરીને રૂપિયા 12 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે.

ફરિયાદને આધારે લાંચિયા કર્મચારીઓને કઠલાલ સીટી સર્વેની કચેરી, પ્રથમ માળ, મામલતદાર કચેરી કઠલાલમાંથી ઝડપી પાડ્યાં છે. ફરીયાદીએ કઠલાલમાં ગોડાઉન નંબર- બી/47 બી/48 તથા વિમલપાર્ક સોસાયટીમાં આવેલા પ્લોટ નંબર 10 માં મિલકતો 2000 અને 2003માં ખરીદી હતી. જેમાં નોંધ પાડવા માટે ફરિયાદીએ અરજી કરી હતી. આ બંને લાંચિયા આરોપીઓએ તેમાં ખામી કાઢીને નોંધ પાસ કરાવવા લાંચ માંગી હતી. આરોપીઓએ 15 હજાર રૂપિયાની લાંચ માંગી હતી અંતે 12 હજાર રૂપિયામાં કામ કરવાનું નક્કિ કર્યું હતુ, એસીબીના પીઆઇ જે.આઇ.પટેલ, નડિયાદ એસીબી પોલીસ સ્ટેશન અને સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક એસીબી, અમદાવાદ એકમે સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે. ત્યારે ખેડા જિલ્લામાં આ ઓપરેશન બાદ અન્ય લાંચિયા કર્મચારીઓમાં પણ ફફડાટ મચી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch