સુરતઃ લોકસભાની ચૂંટણી બાદ ફરી એક વખત ગુજરાત એસીબી (લાંચ રુશ્વત વિરોધી બ્યુરો) એ સપાટો બોલાવી દીધો છે. છેલ્લા થોડા જ દિવસોમાં 10 જેટલા સરકારી બાબુઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે, હવે સુરતમાં પણ એસીબીએ ટ્રેપ કરી છે, જેમાં જીજ્ઞેશકુમાર ચિમનભાઇ પટેલ, કલાર્ક, આકરણી વિભાગ, સુરત મહા નગરપાલિકા, સાઉથ ઝોન-A, ઉધના, વર્ગ-3, મેહુલકુમાર બાલુભાઇ પટેલ, કલાર્ક, આકરણી વિભાગ, સુરત મહા નગરપાલિકા, સાઉથ ઝોન-A, ઉધના,વર્ગ-3 પર સકંજો કસ્યો છે.
જય બજરંગ પાન એન્ડ ફુલ સેન્ટરની સામે, ખરવર નગર રોકડીયા હનુમાન મંદિરની પાછળ, ઉધના કેનાલ રોડ, સુરતમાં 35 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી અને એસીબીએ ટ્રેપ કરી હતી.
સુરત મહાનગરપાલિકામાં ફરીયાદી મકાન વેરો ભરતા આવે છે, આ મકાનનો વેરો દર ત્રણ વર્ષે રીકવીજેશન કરવાનો થતો હોવાથી તેની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાની સાથે મળીને ફરિયાદી પાસે રૂપિયા 35 હજારની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેને આઘારે લાંચના છટકામાં આરોપીઓ આવી ગયા હતા. બંને લાંચિયા બાબુઓને એસીબીએ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપીંગ અધિકારી: કે.જે.ધડુક, પો.ઇન્સ., સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સુરત મહાનગરપાલિકા, સાઉથ ઝોન-A, ઉધના ખાતે આકરણી વિભાગમાં ફરજ બજાવતા જીજ્ઞેશકુમાર ચિમનભાઈ પટેલ અને મેહુલકુમાર બાલુભાઈ પટેલ બંને ક્લાર્ક રૂ।.૩૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) June 11, 2024
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
તમારા સંતાનોને સાચવજો...અમદાવાદમાં રમકડાંની આડમાં ઝડપાયેલો 3.84 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો વિદ્યાર્થીઓએ મંગાવ્યો હતો | 2024-06-22 21:33:28
DRI એ ડ્રગ્સની 30 કરોડ રૂપિયાની ટેબ્લેટ જપ્ત કરી, જાણો વધુ વિગતો | 2024-06-22 21:15:45
રાહુલ ગાંધીએ રાજકોટના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી, કહ્યું કોંગ્રેસ તમારી સાથે છે, ન્યાય અપાવીશું | 2024-06-22 20:34:54
કચ્છના દરિયા કિનારેથી વધુ 10 પેકેટ ડ્રગ્સ મળ્યું, અત્યાર સુધી અંદાજે 90 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું | 2024-06-22 20:07:07
કુવૈત પોલીસે ગુજરાતના 10 લોકોની કરી અટકાયત, જાણો- શું છે મામલો | 2024-06-22 09:34:02
ચોમાસું આગળ વધ્યું, આવતીકાલથી રાજ્યમાં ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી- Gujarat Post | 2024-06-22 09:17:48
સુરતઃ રિસામણે ગયેલી પત્નીને પરત ન મોકલનારા સાળાને મોતને ઘાટ ઉતારવા બનેવીએ ઘડ્યો એવો પ્લાન કે.. Gujarat Post | 2024-06-22 09:06:51
ગાઝામાં શરણાર્થી શિબિર પર ઈઝરાયેલના હુમલાઓમાં કુલ 45 લોકોનાં મોત, અનેક ઘાયલ | 2024-06-22 08:43:01
હવે પેપર લીક કરનારાઓની ખેર નથી, દેશમાં મધરાતથી પેપર લીક વિરોધી કાયદો આવ્યો અમલમાં | 2024-06-22 08:16:55
સુરતના કતારગામના સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફીલ, વીડિયો થયો વાયરલ- Gujarat Post | 2024-06-21 10:47:34
ACB માં સુરતના બે કોર્પોરેટરો સામે 10 લાખ રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ, જાણો વધુ વિગતો | 2024-06-19 14:45:53
જાણો કોણ છે દર્શન નાયક...? જેમને સુરતનું રૂ.2000 કરોડનું જમીન કૌભાંડ ઉજાગર કરીને IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાવ્યાં | 2024-06-17 13:49:22
બેફામ અધિકારીઓ....સંકલન સમિતિની બેઠકમાં સુરતના ધારાસભ્ય લાલઘૂમ, કહ્યું- માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ | 2024-06-17 10:43:58