Fri,15 November 2024,6:19 pm
Print
header

ACB ટ્રેપમાં ફસાયા આ ગામના સરપંચ, રૂ. 2 લાખની લાંચ લીધી અને તેમનો વહીવટદાર ઝડપાઇ ગયો- Gujarat Post News

વલસાડઃ એસીબીએ મોટી લાંચનો પર્દાફાશ કર્યો છે. ફરીયાદીએ મોરાઇ ગામમાં આવેલું બાલદી તળાવ ઉંડુ કરવા માટે ખોદકામનો કોન્ટ્રાક્ટ મેળવવા પ્રતિક રમેશભાઇ પટેલ, સરપંચ, મોરાઇ ગામનો સંપર્ક કર્યો હતો. તેમને આ કોન્ટ્રાક્ટ આપવા માટે પંચાયતમાં ઠરાવ કરવા અને અન્ય કામગીરી આગળ વધારવા રૂ.10 લાખની લાંચની માંગણી કરાઇ હતી. રકઝકને અંતે રૂ.7 લાખ આપવાનું નક્કી કર્યું હતું. જેમાં પહેલો હપ્તો રૂપિયા 2 લાખ લેતા એક આરોપી ઝડપાઇ ગયો છેે.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં આરોપીએ ફોન પર ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી.આરોપી સરપંચે પોતે બહાર ગયેલો હોવાનું જણાવીને લાંચની રકમ લેવા આરોપી બલ્લુ ઉર્ફે જગદીશ ધીરૂભાઇ પટેલ (ખાનગી વ્યક્તિ) ને મોકલ્યો હતો. તે એસીબીના હાથે ઝડપાઇ ગયો છે. ગ્રામ પંચાયત કચેરીની સામે, વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં આવેલી ફરીયાદીની ઓફીસમાં જ એસીબીએ આરોપીને લાંચ લેતા ઝડપી લીધો હતો. જ્યારે લાંચિયો સરપંચ ફરાર થઇ ગયો છે.

ટ્રેપીંગ અધિકારી: 

ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, 
વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ

સુપરવિઝન અધિકારી: 
આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, 
એસીબી સુરત એકમ, સુરત

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch