Sun,17 November 2024,2:24 pm
Print
header

Corona virus: ગુજરાત માટે ચિંતાના સમાચાર, સતત બીજા દિવસે કેસોમાં વધારો

(ફાઈલ તસવીર)

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાબુમાં આવી ગઈ છે. તેમ છતાં છેલ્લા બે દિવસથી ચિંતાજનક સમાચાર મળી રહ્યાં છે.રાજ્યમાં સતત બીજા દિવસે કોવિડ-19ના એક્ટિવ કેસોમાં વધારો થયો છે. સોમવારે રાજ્યમાં 19 નવા કેસ ઉમેરાયા હતા 17 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જેને કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 209 પર પહોંચી છે. રવિવારે નવ અને સોમવારે બે નવા એક્ટિવ કેસ વધ્યા હતા.

રાજ્યમાં સળંગ ત્રીજા દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,25, 064 અને કુલ મરણાંક 10,0077 છે.રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 209 છે જ્યારે 5 દર્દી વેન્ટિલેટર પર છે.ગુજરાતમાં હાલ મોરબી, અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર એમ 10 જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી.

રાજ્યના 25 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી. છેલ્લા વધુ 17 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch