Fri,15 November 2024,9:51 am
Print
header

અદાણી-હિંડનબર્ગ કેસઃ સુપ્રીમ કોર્ટે સીલબંધ સૂચનોને સ્વીકારવાનો કરી દીધો ઈનકાર, SC સમિતિ કરશે તપાસ

રોકાણકારોને ન્યાય મળે તેવી માંગ

અદાણીની કંંપનીઓની તપાસ કરાવોઃ કોંગ્રેસ અને સામાજિક સંગઠનોની માંગ

નવી દિલ્હીઃ અદાણી- હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરી હતી. આ અરજીઓ એડવોકેટ એમ.એલ.શર્મા, એડવોકેટ વિશાલ તિવારી અને કોંગ્રેસના નેતા જયા ઠાકુરે દાખલ કરી છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સમિતિને અપાયેલા સૂચનોનો રિપોર્ટ તૈયાર કરીને તેની નકલ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. જો કે, કોર્ટે આ સૂચનોને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ પી એસ નરસિમ્હા, જે બી પારડીવાલાની બેંચે કહ્યું કે કોર્ટ રોકાણકારોના હિતમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી રાખવા માંગે છે. અદાણી સામેના રિપોર્ટ પછી શેરબજારમાં રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યાં હતા.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે તમે કહી રહ્યાં છો કે માર્કેટ પર કોઇ અસર થઇ નથી, પરંતુ આંકડા દર્શાવે છે કે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સુપ્રીમ કોર્ટે તમામ અરજદારોને સાંભળ્યાં હતા. સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે હિંડનબર્ગનો અહેવાલ દર્શાવે છે કે ઓફશોર ફંડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનો અસરકારક અર્થ એ છે કે પ્રમોટર્સ દ્વારા રાખવામાં આવેલા શેરની ટકાવારી સેબીના ધોરણો કરતા વધારે છે. તમામ દલીલો સાંભળ્યાં બાદ કોર્ટે કહ્યું કે તે એક કમિટી બનાવશે અને કોર્ટના આદેશમાં આ કમિટીની વિગતો જાહેર કરવામાં આવશે. 

કોર્ટે સમિતિ માટે કેન્દ્ર સરકાર પાસેથી સૂચનો માંગ્યા હતા

10 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અદાણી ગ્રુપના શેર્સના ભાવમા ભારે ઘટાડાથી રોકાણકારોને નુકસાન થયું છે અને તેમના હિતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કોર્ટે કેન્દ્રને પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાતોની સમિતિની રચના કરવા પર વિચાર કરવા જણાવ્યું છે. વકીલ એમ એલ શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સામાજિક કાર્યકર્તા મુકેશ કુમારે અત્યાર સુધી કોર્ટમાં આ મુદ્દે ચાર પીઆઈએલ દાખલ કરી છે. હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર છેતરપિંડીના અનેક આક્ષેપો કર્યાં બાદ ગ્રુપની અનેક કંપનીઓના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જો કે, અદાણીએ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch