Fri,15 November 2024,10:13 pm
Print
header

અદાણી ગ્રુપ NDTV માં ખરીદશે 29.18% હિસ્સો, આપી ઓપન ઓફર- Gujarat Post

NDTV એ કહ્યું અમારી સાથે કોઇ જ વાત નથી થઇ 

નવી દિલ્હીઃ  ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી ગ્રુપની મીડિયા કંપની એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડે એનડીટીવીમાં મોટી હિસ્સેદારી ખરીદવાની ઓફર કરી છે. અદાણી ગ્રુપ એનડીટીવી મીડિયા ગ્રુપમાં 29.18 ટકા હિસ્સો ખરીદશે. અદાણીની મીડિયા કંપની એમએનએલ મીડિયા નેટવર્ક્સ લિમિટેડ એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો હસ્તગત કરશે.તેને ઓપન ઓફર પણ આપી છે.આ અધિગ્રહણ એએમએનએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (વીપીસીએલ) મારફતે કરવામાં આવશે. એએમએએનએલની માલિકી અદાણી એન્ટરપ્રાઇઝની છે.

વીપીસીએલને આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડમાં 99.5 ટકા હિસ્સો ખરીદવાનો અધિકાર હતો. વીપીસીએલે આ અધિકાર દ્વારા ભાગ લેવાનું નક્કી કર્યું છે. એનડીટીવીની ત્રણ મુખ્ય રાષ્ટ્રીય ચેનલો છે. તેમાં એનડીટીવી 24×7, એનડીટીવી ઇન્ડિયા અને એનડીટીવી પ્રોફિટ સામેલ છે. તેમાં મજબૂત ડિજિટલ પ્લેટફોર્મ પણ છે તેના કરોડો ફોલોઅર્સ પણ છે.

સીઈઓએ કહ્યું- આ અધિગ્રહણ માઈલસ્ટોન સાબિત થશે

એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડના સીઈઓ સંજય પુગલિયાએ જણાવ્યું કે નવા યુગના મીડિયા માટે માર્ગ મોકળો કરવાની દિશામાં એએમએનએલની સફરમાં આ અધિગ્રહણ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. એએનએનએલનો ઉદ્દેશ ભારતીય નાગરિકો, ઉપભોક્તાઓ અને ભારતમાં રસ ધરાવતા લોકોને સશક્ત બનાવવાનો છે. સમાચારોની દ્રષ્ટિએ એનડીટીવીનું મહત્વપૂર્ણ સ્થાન છે, એનડીટીવી ભારતમાં યોગ્ય પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે.

આ વર્ષે એપ્રિલમાં એએમજી મીડિયાની રચના કરવામાં આવી હતી.

અદાણી ગ્રુપે 26 એપ્રિલ 2022ના રોજ એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડ નામની કંપની બનાવી હતી. તેમને મીડિયા બિઝનેસ ચલાવવા માટે 1 લાખ રૂપિયાની પ્રારંભિક અધિકૃત અને પેઇડ-અપ શેર મૂડીની વ્યવસ્થા કરી હતી. જેમાં પ્રકાશન, જાહેરાત, પ્રસારણ સહિત બાકીના મીડિયા સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch