Sun,17 November 2024,4:49 pm
Print
header

કલાકોમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન, મુખ્યમંત્રી રૂપાણીએ કરાવી હતી પહિંદવિધી

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા સંપન્ન થઇ છે. વહેલી સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનાની સાવરણી સાથે પરંપરાગત પહિંદવિધી  કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યાં હતા. વહેલી સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ કરાઇ હતી. એક કલાકમાં ત્રણેય રથ ખાડીયા પહોંચ્યા હતા.કોટ વિસ્તારમાં ચુસ્ત કર્ફ્યૂ લાદી દેવમાં આવ્યો હતો.500 મીટરના અંતરે પોલીસના ચેક પોઇન્ટ ગોઠવ્યાં છે. જેથી લોકોની ભીડ ન થાય.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ મંદિરમાં હાજર રહ્યાં હતાં. સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. ભગવાનને આ વર્ષે મહારાષ્ટ્રિયન પરિવેશમાં સજ્જ કરવામાં આવ્યાં હતા. સવારે 4.50 વાગ્યે અમિત શાહે મંદિર પરિસરમાં ગજરાજના દર્શન કર્યા હતા અને ત્યારબાદ જગન્નાથ મંદિરથી રવાના થઈ ગયા હતા.

રથનું પ્રસ્થાન કરાવ્યાં બાદ મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યું કે આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે ભગવાન આશિર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી ઝડપથી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા ભગવાન પાસે આશિર્વાદ માંગ્યા છે. આજે કચ્છી બંધુઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. જેમને ખૂબ ખૂબ શુભકામના પણ આપી.ગત વર્ષે કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. જો કે આ વર્ષે રથયાત્રા સરસપુર ભગવાનના મોસાળમાં જઇને મંદિરે પરત ફરી છે.

ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર નગરચર્ચા કરતા કરતા સરસપુર પહોંચ્યા હતા. જ્યાં યજમાનોના હસ્તે ભગવાન જગન્નાથજીનું મામેરુ ભર્યું હતા. તેઓએ વાઘા, સોના ચાંદીના દાગીના અર્પણ કર્યાં છે બહેન સુભદ્રાજીને પાર્વતી શણગાર અર્પણ કર્યો હતો. ભગવાન જગન્નાથની 144 રથયાત્રાને લઈ સરસપુર પોલીસ છાવણીમાં ફેરવાયું ગયું છે. મંદિરની બહાર ચાર રસ્તા પર જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી ભક્તોની ભીડ ન થાય અને હવે ભગવાન નીજ મંદિરે પરત પહોંચી ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch