Sat,21 September 2024,6:11 am
Print
header

પોલીસના તોડકાંડ વચ્ચે અમદાવાદના 51 પીઆઇની આંતરિક બદલીઓ કરી દેવામાં આવી

અમદાવાદઃ એરપોર્ટથી રાત્રે ઘરે જઇ રહેલા એક દંપત્તિને દમ મારીને 60 હજાર રૂપિયા પડાવવાના કેસમાં ત્રણ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરાઇ છે, આ બધાની વચ્ચે હવે 51 પોલીસકર્મીઓની શહેરના નવા પોલીસ કમિશનરે બદલી કરી નાખી છે.

છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ હતી કે અમદાવાદના નવા સીપી જી.એસ.મલિકના આવ્યાં પછી અમદાવાદ શહેરમાં બદલીઓ થશે અને તે પ્રમાણે આજે 51 પીઆઇની આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે, વિવાદમાં રહેલા પીઆઇને સાઇડ લાઇડ કરી દેવામાં આવ્યાં છે.

રાત્રે લોકોને હેરાન કરી રહી છે પોલીસ

નોંધનિય છે કે પહેલા સટ્ટાકાંડમાં પોલીસનો તોડકાંડ સામે આવ્યો હતો અને થોડા દિવસ પહેલા બોપલના મિલન કેલા વિદેશ યાત્રા કરીને કેબમાં ઘરે જઇ રહ્યાં હતા, તેમની સાથે પત્ની અને એક વર્ષનું બાળક હતુ, આ લોકોને એસ.જી.હાઇવે નજીક રાત્રે ઉભા રાખીને પોલીસકર્મીઓએ એવો દમ માર્યો કે તમે જાહેરનામાનો ભંગ કર્યો છે, જેથી તમારે 2 લાખ રૂપિયા આપવા પડશે, બાદમાં તેમને એટીએમ લઇ જઇને પૈસા કઢાવ્યાં હતા અને 60 હજારનો તોડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સોલા પોલીસે બે જવાનો અને એક ટીઆરબી જવાન સામે ગુનો દાખલ કર્યો છે.હાઇકોર્ટે પણ આ કેસમાં કડક કાર્યવાહીની સૂચના આપી છે.

કોન્સ્ટેબલ અશોક, મુકેશ અને TRB જવાન વિશાલની કરાઇ છે ધરપકડ

રાતના સમયે લોકોને ઉભા રાખીને કરતા હતા તોડ

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch