Sat,16 November 2024,7:54 pm
Print
header

પેપર લીક કૌભાંડમાં પોલીસને મળી સફળતા, વધુ 4 આરોપીઓની અટકાયત

અમદાવાદઃ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપરલીક કેસ મામલે પોલીસની તપાસ તેજ ચાલી રહી છે, અમદાવાદ અને સાબરકાંઠામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. અમદાવાદના સિંગરવા અને વાડજના 4 યુવકોની પોલીસે અટકાયત કરી છે. સમગ્ર કૌભાંડ મામલે 11 લોકો સામે ફરિયાદ થઈ ચૂકી છે. 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં બાદ તેમને પ્રાંતિજ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા.તેમના 9 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. 

તમામ ઝડપાયેલા 8 આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા બાદ હિંમતનગર લઈ જવાયા છે. મુખ્ય સુત્રધાર આરોપી જયેશ પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે. પેપર લીક કેસમાં અમદાવાદના એમ્બ્યુલન્સ ચાલકનું નામ સામે આવ્યું છે. દીપક નામના એમ્બ્યુલન્સ ચાલક પાસેથી પેપર લીક કેસના મુખ્ય આરોપી જયેશ પટેલે 30 લાખ રૂપિયામાં પેપર ખરીદ્યું હતુ, 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની 186 જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જતા નિર્દોષ વિધાર્થીઓના ભાવિ પર અસર થઇ છે. 

પોલીસ દ્વારા પ્રેસ સાથે સંકળાયેલા લોકોના નિવેદન લેવાઇ રહ્યાં છે. બિન સચિવાલય પરીક્ષાનું લીક થયેલું પેપર પણ ખાનગી પ્રેસમાં છપાયું હતું તેની પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ અન્ય રાજ્યના કનેક્શન અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch