Thu,31 October 2024,3:23 pm
Print
header

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાથી પરિવાર આઘાતમાં, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હતી નોકરી

પોલીસકર્મીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ

મૃતક કિરણભાઇ પીસીઆરમાં બજાવતા હતા ફરજ

અમદાવાદઃ વધુ એક પોલીસકર્મીએ આપઘાત કરી લીધો છે, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઇ લકુમે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. તેમને રામોલ વિસ્તારમાં આવેલા પોતાના ઘરમાં આ પગલું ભર્યું હતુ, તેમના મોતથી પરિવારજનો આઘાતમાં છે, પોલીસને વાતની ખબર પડતા ઘરે પહોંચીને તપાસ શરૂ કરી છે.

પોલીસ કોન્સ્ટેબલની લાશને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. કિરણભાઇએ કેમ આ પગલું ભર્યું છે તે અંગે રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે. તેઓ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં પીસીઆરમાં ફરજ બજાવતા હતા, તેમના આપઘાતને પગલે સાથી કર્મચારીઓ પણ તેમના ઘરે પહોંચ્યાં હતા, તેઓ પણ સમજી શક્યા નથી કે કિરણભાઇએ કેમ આ પગલું ભર્યું છે.

પોલીસે મૃતકના પરિવારના સભ્યો, તેમના પાડોશીઓ અને સાથી કર્મચારીઓની પૂછપરછને હાથ ધરી છે, મૃતક પાસેથી કોઇ સ્યૂસાઇડ નોટ પણ મળી આવી નથી, પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch