Sat,16 November 2024,10:28 am
Print
header

અમદાવાદમાં વધુ એક ગ્રીષ્માની જાહેરમાં થઇ હત્યા, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં છરીના ઘા ઝીંક્યા- Gujarat Post

અમદાવાદઃ સુરત જેવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં છરીના ઘા ઝીંકીને મહિલાની હત્યા કરી નાખી છે. મહિલા શાકભાજી લેવા માટે ગઇ હતી. ત્યારે જ પોલીસ સ્ટેશનની નજીક આ ઘટના બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ભરચક વિસ્તારમાં બે સંતાનોની માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. લોકો આરોપીને પકડે તે પહેલાં જ તે અહીંથી ફરાર થઈ ગયો હતો. હત્યા કરનાર વ્યક્તિ નવીન રાઠોડ છે. આરોપી નવીન રાઠોડ તેમજ મૃતક મહિલા આશાબેન બોડાણા બંન્ને એક જ વિસ્તારમાં રહે છે.યુવક મૃતક મહિલા સાથે એક તરફી પ્રેમ કરતો હતો. આ મહિલાને તેના બે બાળકો હોવાથી પ્રેમ સંબંધ રાખવાની ના પાડી હતી. જેને કારણે નવીન રાઠોડે મહિલાની હત્યા કરવાને પ્લાન બનાવ્યો હતો.

મહિલા માધવપુરા વિસ્તારમાં જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા હતા. પાછળથી આવીને એક પછી એક પાંચથી વધુ છરીના ઘા ઝીંકીને જાહેરમાં તેની હત્યા કરી હતી. પ્રેમિકાની જાહેરમાં હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ ઘરે પહોંચી તેણે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આત્મહત્યા કરે તે પહેલાં પરિવારજનોએ તેને બચાવી લીધો હતો. પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અહીં આજુબાજુના લોકો માત્ર તમાશો જોતા રહી ગયા હતા. થોડા દિવસો પહેલા પણ સુરતમાં આવો જ બનાવ બન્યો હતો, પ્રેમમાં પાગલ યુવાના ગ્રીષ્મા નામની યુવતીની જાહેરમાં હત્યા કરી નાખી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch