Sat,21 September 2024,8:21 am
Print
header

ACB નું અમદાવાદમાં વધુ એક ઓપરેશન, પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો

અમદાવાદઃ આ કામના ફરીયાદીની વિરૂધ્ધમાં નેગોશીયેબલ ઇન્સ્ટુમેંટ એક્ટની કલમ 138 મુજબ કાર્યવાહી થયેલી હતી. જેમાં ફરિયાદીએ આગોતરા જામીન મેળવેલા હતા,તેઓને મદદ કરવા અને ફરિયાદીના પત્ની વિરૂદ્ધમાં નીકળેલા ધરપકડ વોરંટમાં તેમના પત્નીને અટક નહી કરવા પેટે ફરીયાદીના વકીલ સાથે વાતચીત કરીને આરોપી સંદિપ લક્ષ્મણભાઇ ઉલવા, ઉ.વ. 37, અનાર્મ પો.કો, વર્ગ-3, ચાંદખેડા પોલીસ સ્ટેશન, અમદાવાદે ફરીયાદી પાસે રૂ. 25,000 ની લાંચ માંગણી કરી હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. લાંચનું છટકું ગોઠવતા આરોપી રૂપિયા 25,000 ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર મીસીલીયન રૂમમાં પંચ રૂબરૂ સ્વીકારતા પકડાઇ ગયેલા છે. ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડિઇટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારીઃ આર.આઇ.પરમાર, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ 

સુપર વિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા,
મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch