Sat,21 September 2024,8:11 am
Print
header

ACB ની વધુ એક સફળ ટ્રેપ, નારોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

અમદાવાદઃ આ કામના ફરિયાદી વિરુધ્ધ કર્ણાવતી પોલીસ ચોકી ખાતે મારામારીની અરજી થઇ હતી, જે કામે આક્ષેપિતે ફરીયાદી વિરુધ્ધ કલમ 151 હેઠળ કાર્યવાહી કરીને લોકઅપમાં નહીં રાખવા તથા બારોબાર કોર્ટમાં રજૂ કરવા ફરિયાદી પાસે રૂ. 20,000 ની લાંચની માગણી કરી હતી. રકજકને અંતે આરોપી નિર્મલસિંહ હમલભાઇ પરમાર ઉ.વ.27, પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-3, કર્ણાવતી પોલીસ ચોકી, નારોલ પોલીસ સ્ટેશન અમદાવાદે ફરિયાદી પાસે રૂ.4,000 લેવાના નક્કી કર્યાં હતા.

લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદ આપતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના રૂ.4,000 લાંચની રકમ કર્ણાવતી પોલીસ ચોકીની અંદર, નારોલ પો.સ્ટેમાં પકડાઇ ગયેલ છે. આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપિંગ અધિકારીઃ સી.જી.રાઠોડ, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ

સુપર વિઝન અધિકારીઃ કે.બી. ચૂડાસમા,
મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch