Sat,21 September 2024,8:32 am
Print
header

મેં ઝાલીમ હત્યારા....આ હત્યારાને સજા આપો.....ડ્રાઇવ કરનારો નબીરો અને તેના પિતાને પોલીસ જાહેરમાં કરાવી ઉઠક બેઠક

અગાઉ આરોપીઓ મેં જાલીમ હત્યારા, મેને ક્યાં નહીં ફાડા સોંગ સાથે બનાવ્યો હતો વીડિયો

અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ પર વહેલી સવારે થયેલા ભયંકર અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થઇ ગયા છે, પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, 9 લોકોના મોત બાદ તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, હત્યારા સામે કડક કાર્યવાહીના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંકેત આપ્યાં છે, આ બધાની વચ્ચે પોલીસે આરોપીઓને સબક શીખવ્યો છે, જગુઆર કારને હંકારનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પોલીસે રસ્તા પર ઉભા રાખીને ઉઠક બેઠક કરાવી હતી. લોકો આ દ્રશ્યો જોઇ રહ્યાં હતા અને માંગ કરી રહ્યાં હતા કે આરોપીઓને કડકમાં કડક સજા કરો.

હત્યારો તથ્ય કહે છે થાય તે કરી લો !!
ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલશે આ કેસઃ હર્ષ સંઘવી
યુવક અને યુવતીઓ કારમાં વગાડી રહ્યાં હતા ફાસ્ટ મ્યુઝિક
બ્રિજ પરની લાઇટો બંધ હોવાથી અકસ્માત થયાનું રટણ
એક અઠવાડિયામાં દાખલ થશે ચાર્જશીટ

આ બંને આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ઇસ્કોન બ્રિજ પર લઇ જવામાં આવ્યાં હતા અને ખુલ્લા પગે ચલાવવામાં આવ્યાં હતા.
આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરી રહી છે, ત્રણ યુવતીઓની પણ અટકાયત કરાઇ છે, જે કારમાં સવાર હતી. ઉપરાંત આરોપી તથ્યના વિવાદીત વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે, એક સોંગ પર તેનો વીડિયો બનાવ્યો છે, મેં જાલીમ હત્યારા...સોંગ પર તે આ વીડિયોમાં દેખાઇ રહ્યો છે, તેના પરથી લાગી રહ્યું છે કે આ છોકરો પહેલાથી જ બેફામ હશે. આ વીડિયો જૂનો છે.

ત્યારે આવા હત્યારાઓ સામે કડક કાર્યવાહી થવી જ જોઇએ, આજે 9 નિર્દોષ લોકોના મોતથી તેમના પરિવારજનો આઘાતમાં ચાલ્યાં ગયા છે, બધાની બસ એક જ માંગ છે કે મૃતકોના પરિવારોને ન્યાય મળવો જોઇએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch