Sat,16 November 2024,9:59 am
Print
header

અમદાવાદના અદાણી એરપોર્ટ પર પેરિસથી આવેલા બિઝનેસમેન માટે સ્પેશિયલ સર્વિસ ! Gujarat Post

અદાણી શાંતિગ્રામ કોર્પોરેટ હાઉસમાં મીટિંગ કરવા આ બિઝનેસમેન આવ્યાં હોવાની ચર્ચા

 

ફાઇલ ફોટો 

અમદાવાદઃ એરપોર્ટ અદાણીના હાથમાં ગયા પછી એક પછી એક નવા વિવાદ થઇ રહ્યાં છે, પાર્કિંગથી લઇને અન્ય સર્વિસમાં મુસાફરોની હેરાનગતિ અનેક વખતે સામે આવી છે, ત્યારે આ બધા વિવાદો વચ્ચે નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં યુરોપથી આવેલા એક બિઝનેસમેનના ચાર્ટર્ડ વિમાન માટે એક કલાક પહેલા રન-વે ઓપન કરાવી દેવાયો હતો, મેડિકલ ઇમરન્સી ન હોવા છતાં સ્પેશિયલ કેસમાં આવી રીતે રન-વે ઓપન કરવા નિયમનો ભંગ થયો છે કેમ તે અંગે ચર્ચાઓ થઇ રહી છે.

એરપોર્ટ પર રન-વે રિશરફેસની કામગીરીને કારણે રન-વે સવારે 9 થી 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવી રહ્યો છે, કોઇ ફલાઇટમાં ટેકનિકલ ખામી હોય કે ફ્લાઇટ મોડી પડી હોય તેવા કિસ્સાઓમાં જ રન-વેને 15 મિનીટ સુધી ઓપન રાખવામાં આવે છે, પરંતુ ગઇકાલે યુરોપથી આવેલા એક બિઝનેસમેનના વિમાનના ટેકઓફ માટે અમદાવાદ એરપોર્ટ પર રન-વે એક કલાક પહેલા ખોલી દેવામાં આવ્યો હતો.  

યુરોપથી ચાર્ટર્ડ લઇને આવેલા બિઝનેસમેન માટે રન-વે બંધ હોવા છતાં ટેકઓફ માટે સ્પેશિયલ કેસમાં ઓપન રાખવા એરપોર્ટ તંત્રને ફરજ પડી હતી.જો કે કોઇ મેડિકલ ઇમરજન્સી ન હોવા છતાં એક મિટિંગ અર્થે પેરિસથી આવેલા બિઝનેસમેનના એરક્રાફટ માટે રન-વે સ્પેશિયલ ઓપન કરવા માટે કોઇ નિતી-નિયમનો ભંગ થયો છે કે કેમ ? તે તપાસનો વિષય છે, કારણ કે અહીં સામાન્ય મુસાફરો માટે નિયમો જુદા છે, અહીં  બિઝનેસમેનને છૂટ આપવામાં આવી રહી છે. 

સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બનાવવામાં આવેલા જનરલ એવિએશન ટર્મિનલ પર પેરિસમાંથી એક બિઝનેસમેન સહિત ત્રણ સભ્યોની ટીમ સાથે બે કેપ્ટન અને એક ક્રૂ મેમ્બર સહિત 6 મુસાફરો ગઇકાલે સવારે 8 વાગ્યે ચાર્ટર્ડ ફલાઇટથી અમદાવાદ આવ્યાં હતા. બાદમાં સવારે 9 થી સાંજે 6 કલાક દરમિયાન રન-વે રિકાર્પેટીંગને પગલે બંધ કરી દેવામાં આવ્યો હતો. 

આ બિઝનેસમેનને મિટીંગ પૂર્ણ કરી અમદાવાદથી પરત પેરિસ જવા રવાના થવાનું હતું. પરંતુ રન-વે સાંજે 6 વાગે ઓપન થવાની રાહ જોવાય તેમ ન હતી, જેથી તેમના એરક્રાફટને પ્રાયોરોટીના ધોરણે ટેકઓફ કરાવવા માટે 5 વાગ્યે રન-વે ઓપન કરાવાયો હતો, તેમના વિમાનના ટેકઓફ કરાવ્યાં બાદ પુન: બંધ કરી રિ-કાર્પેટીંગનું કામ આગળ વધારાયું હતું. રન-વે નોટમ જાહેર કરાયા બાદ અધ વચ્ચે રન-વે ઓપન કરાયો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. આ બિઝનેસમેને રન-વે નોટમના સમય દરમિયાન તેમના વિમાનના ટેકઓફ માટે અગાઉથી મંજૂરી લીધી હતી કે કેમ તે પણ તપાસનો વિષય છે. આ ઘટનામાં કોઇ નિયમનો ભંગ થયો છે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch