Sun,17 November 2024,12:24 am
Print
header

અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં થયો વધારો, જાણો કોરોનાના કેસોનુંં અપડેટ

સાવધાની જરૂરી, ફરીથી કોરોનાથી વધી શકે છે ચિંતા

અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ કોરોનાના કેસોમાં વધારો થતા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થયો છે. અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આવેલાં ઇસ્કોન પ્લેટિનિયમનાં B બ્લોકના બીજા માળને સીલ કરી દેવામાં આવ્યો છે. અહીં B 201, 202, 203 અને 204 નંબરનાં ફ્લેટને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગ ગોઠવવામાં આવ્યું છે. 

ઇસનપુર, ચાંદખેડા, નવરંગપુરા,આંબાવાડી અને હવે બોપલનો આ વિસ્તાર  માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં હજુ પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં નવા 10 કેસ નોંધાયા છે, રિકવરી રીટ 98.74 ટકા રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 3, જામનગર કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, નવસારીમાં 4, આણંદમાં 2,  મહેસાણામાં 2,કચ્છમાં 1, સાબરકાંઠા 1, સુરતમાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch