અમદાવાદઃ શહેરમાં એક એવી આપઘાતની ઘટના બની હતી જેણે સોશિયલ મીડિયાને હચમચાવી નાખ્યું છે. આયશા નામની યુવતીએ કરેલા આપઘાત કેસની પોલીસ તપાસ કરી રહી છે અને આ કેસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આયશાએ આપઘાત પહેલા 70 મીનિટ પતિ આરીફ સાથે વાતચીત કરી હતી.આયશાએ સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી રહ્યો હતો તેથી જ તે તેને લઈ જવાની મનાઈ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ આરીફને શોધવા રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાનમાં પહોંચી છે.આયશાએ આપઘાત કર્યાં બાદ જે વીડિયો વાયરલ થયો હતો તે જોઈને આરીફ ભાગી ગયો હતો.તેને એક વોટ્સએપ સ્ટેટ મુક્યું હતુ જેના પરથી તેને કોઇ પસ્તાવો ન હોવાનું દેખાઇ રહ્યું છે. આરીફ કોઈ સબંધીના લગ્ન પ્રસંગમાં હતો ત્યાંથી જ તે ભાગી ગયો હોવાની વાત પોલીસને મળતા પોલીસ હકીકત જાણવા પ્રયાસ કરી રહી છે.
મૃતક યુવતીના પિતા લિયાકત અલી મકરાણીએ જણાવ્યું હતું કે મારી દીકરીની જિંદગીને નર્ક બનાવીને તેને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિને હું ક્યારેય માફ નહીં કરું. આયશાના પિતાએ કહ્યું હતું કે ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને માફ નહીં કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી નર્ક બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહીં કરું.’
વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આયશા ઉર્ફે સોનુ હતી. તેમણે દીકરી આયશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં આરીફ ખાન સાથે કરાવ્યાં હતા. લગ્ન બાદ આયશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આયશાને પિયરમાં મૂકી ગયો હતો.બાદમાં સમાજના લોકોએ ભેગા કરીને સમાધાન કરીને તેને પાછી સાસરે વળાવી હતી. ફરીથી વર્ષ 2019માં આયશાને તેના સાસરિયાઓ પિયરમાં મૂકી જતા આયશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો.
ફરીથી આયશાને તેડી જઈને પાછી તેને પિયરમાં મૂકી જતા આયશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. આ પછી આઇશા બેંકમાં મ્યૂચ્યુલ ફંડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત ગુરુવારના રોજ આયશા નોકરીએ ગઈ હતી. બપોરે ચાર વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો હતો અને તમે જમ્યા છો કે નહીં તેમ પૂછીને ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આયશાએ આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શું કહ્યું તેણે તેવું પૂછ્યું હતું. આયશાએ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી. આયશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વીડિયો મોકલજે તેવું કહેતા આયશાએ તેને વીડિયો મોકલ્યો હતો.આ સમયે આયશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આયશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. માતા પિતા તેને શોધવા નીકળ્યાં ત્યારે જ આયશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં સર્ચ કરી એક મહિલાની એટલે કે આયશાની ડેડબોડી બહાર કાઢી હતી.
પતિના ત્રાસથી આયશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે આયશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એક ટીમ આરોપીને પકડવા રાજસ્થાન મોકલી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરીફ અગાઉ આયશાને પિયરમાં મૂકી ગયો ત્યારે સગર્ભાવસ્થામાં હતી. આયશાએ માતા પિતા સાથે અને આરીફ સાથે કરેલી વાતચીતની ઓડિયો કલીપ પર સાયન્ટિફિક તપાસ થઇ રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22