Sun,17 November 2024,6:58 am
Print
header

ગુજરાત ATSને મળી વધુ એક સફળતા, 2006ના કાલુપુર બ્લાસ્ટના વોન્ટેડની કાશ્મીરથી કરી ધરપકડ

છેલ્લાં 15 વર્ષથી ફરાર 2 આરોપીઓની બારામુલ્લાથી ધરપકડ કરાઇ

અમદાવાદઃ ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા મળી છે, 2006 માં અમદાવાદ કાલુપુરમાં થયેલા બ્લાસ્ટના બે વોન્ટેડ આતંકીઓની કાશ્મીરથી ધરપકડ કરી છે. બિલાલ અસલમ કાશ્મીરી અને મોહંમદ હુસૈન ઉર્ફે હુસૈન અલી ડારની ધરપકડ કરી લીધી છે. પંદર વર્ષથી ફરાર બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યાં છે. જેહાદી ષડયંત્ર અને નાર્કોટિક્સના ગુનામાં આ બંને આતંકીઓ ફરાર હતાં જેથી આ બંને આરોપીઓની ગુજરાત ATS એ ધરપકડ કરી છે.

2006માં કાલુપુર રેલવે સ્ટેશન પર જે બ્લાસ્ટ થયેલો તેનો એક આરોપી છે અને બીજો ગુજરાતમાં 108 કિલો ચરસ લાવવાનો,ડાર 2006થી જ ફરાર હતો. ઉનવામાં પકડાયેલા દસ કિલો ચરસનાં કેસમાં પૂછપરછ બાદ ડારનું નામ ખૂલ્યું હતું.અસલમ કાશ્મીરી ભરૂચની મદરેસામાં ભણેલો હતો. 2006 ના મોડ્યુલમાં 15 જેટલાં છોકરાઓ બ્રેન વોશ કરાઈને પાકિસ્તાન લઇ જવામાં આવ્યાં હતાં.જેમાં મોટાભાગના ભરૂચના રહેવાસી હતાં. નાર્કોટિક્સનો આરોપી કાશ્મીરમાં રહેતો હતો. SP દીપેન ભદ્રન પોલીસ જવાનોની એક ટીમ જમ્મૂ કાશ્મીર પહોંચી હતી અને આ ઓપરેશન પાર પાડ્યું હતું. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch