Mon,18 November 2024,4:12 am
Print
header

તું મારી નહીં થાય તો અન્ય કોઇની પણ નહીં થવા દઉં... નરાધમ પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરીને પછી...

અમદાવાદઃ શહેરમાં પ્રેમમાં નિષ્ફળ થયા પછી પ્રેમિકાની હત્યા કરીને તેની લાશને તળાવમાં ઠેકાણે પાડનાર શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા એક પ્રેમીએ તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ જતા પ્રેમિકાની હત્યા કરી નાખી હતી ત્યારબાદ પ્રેમિકાની લાશને તળાવમાં ફેંકી દીધી હતી અને પ્રેમિકાની હત્યા કર્યાં બાદ પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

ચાંદલોડિયામાં રહેતા પ્રવિણ મારવાડી નામના 23 વર્ષના યુવકને તેના ઘર પાસે રહેતી સગીરા સાથે પ્રેમ સંબંધ હતો, દોઢ વર્ષના પ્રેમ સંબંધ પછી બંને વચ્ચે કોઇ કારણે ઝઘડો થયો હતો જેમાં બ્રેકઅપ થઇ જતા પ્રવિણને આ વાત પર ગુસ્સો હતો જેથી પ્લાન બનાવીને છેતરપિંડીથી અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે પ્રેમિકાને લઇ ગયો હતો ત્યાં બોલાચીલી થઇ હતી અને પ્રેમિકાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ છે કે આરોપીએ પ્રેમિકાને કહ્યું હતુ કે તું મારી નહીં થાય તો તને અન્ય કોઇની પણ નહીં થવા દઉં, આમ પ્રેમમાં પાગલ શખ્સના આ કારસ્તાનથી સગીરાનો પરિવાર આઘાતમાં ચાલ્યો ગયો છે. પોલીસે હાલમાં આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch