Fri,15 November 2024,12:15 pm
Print
header

GST- રૂ.2.37 લાખની લાંચમાં ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ શંકાના ઘેરામાં, ફરાર થઇ ગયેલા વિપુલ કનેજીયાને શોધી રહી છે ACB

ફરાર આરોપી વિપુલ કનેજીયાનો ફાઇલ ફોટો

સ્ટોરી- મહેશ આર પટેલ, એડિટર  

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી જીએસટીના કેટલાક અધિકારીઓની તોડબાજી વધી રહી છે અને ખાસ કરીને ગાંધીનગર જીએસટી ઓફિસના કેટલાક અધિકારીઓએ વેપારીઓને હેરાન કરવામાં કંઇ જ બાકી રાખ્યું નથી. છેક શામળાજી સુધી તોડબાજીનો આ તખ્તો ગોઠવાયેલો છે, ત્યારે વેપારીઓ હવે એસીબીની મદદ લઇ રહ્યાં છે. ગાંધીનગરના જીએસટી વિભાગના ફરાર થઇ ગયેલા કર્મચારી વિપુલ કનેજીયાને એસીબી શોધી રહી છે, તેના લાંચના રૂપિયા લેવા આવેલો ખાનગી વ્યક્તિ કનુ પરમાર એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.

કનેજીયા ઝડપાઇ ગયો અને પેટ્રોલ પંપ સહિતની કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવનારા અધિકારી બચી ગયા ?

ખરેખરતો લાખો રૂપિયાની લાંચ લેવાની ઇન્સ્પેક્ટર લેવલના કર્મચારીની તાકાત જ નથી, અગાઉની જેમ આ વખતે પણ મોબાઇલ સ્કર્વોર્ડના નાના કર્મચારીએ કોઇનું કહેલું જ કર્યું હશે, 2.37 લાખ રૂપિયામાંથી કદાચ તેને 25 હજાર રૂપિયા જેટલી નાની રકમ મળવાની હતી અને હવે તે એસીબીના છટકામાં આવી ગયો છે, મોટી માછલી તો તેની પાસે ઉઘરાણાં કરાવનાર અધિકારી છે, જેને અગાઉ મરી અને સોપારીની ગાડીઓમાં લાખો રૂપિયાનો તોડ કર્યો હતો (શામળાજી બોર્ડરથી લાખો રૂપિયાના હપ્તા પણ ખાધા) આ મોટી માછલીએ નાની નોકરીમાં પણ પેટ્રોલપંપ બનાવી દીધો અને અન્ય સંપત્તિ વસાવી લીધી !! અહીં સવાલ એ છે કે સ્ટેટ જીએસટી કમિશનર આ મામલે તપાસ કરાવશે કે પછી ભીનું સંકેલાઇ જશે ?? કમિશનરની જવાબદારી છે કે તેમના વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે તો એસીબીને સહયોગ આપીને આ મામલે ઉંડી તપાસ પોતે પણ કરવી જોઇએ.

શું હતો આ મામલો ?

ફરીયાદીની સ્ક્રેપ ભરેલી ટ્રક સ્ટેટ જીએસટીના કર્મચારીએ રોકીને દંડ ઓછો કરવા અને વધુ હેરાન નહીં કરવા રૂ.2,37,000 ની લાંચની માંગણી કરી હતી.આરોપી વિપુલ મહાદેવભાઇ કનેજીયા, રાજ્યવેરા ઇન્સ્પેક્ટર, વર્ગ-3 નાયબ રાજ્યવેરા કમિશનરની ઓફિસ, ત્રીજો માળ, જૂના સચિવાલય, ગાંધીનગરમાં ફરજ બજાવે છે. બીજો આરોપી નીલેશ કનુભાઇ પરમાર (સામાન્ય નાગરિક) નીલકંઠ વરણી ફ્લેટ, ગેલેક્ષી સિનેમા પાછળ, નરોડા, અમદાવાદ રહે છે, તેને પંચની રૂબરૂમાં દ્વારકેશ પાન પાર્લર, ગેલેક્ષી ચાર રસ્તા, પાસે લાંચ લીધી અને એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો.

નિલેશ પરમારે વિપુલ કનેજીયા સાથે સ્પિકર ફોન પર પંચોની હાજરીમાં લાંચ મામલે હેતુલક્ષી વાતચીત કરી હતી. તપાસ દરમિયાન વિપુલ કનેજીયા ફરાર થઇ ગયો છે. બન્ને આરોપીઓએ લાંચની રકમ સ્વીકારીને એકબીજાની મદદગારી કરીને ગુનો કર્યો છે. નિલેશ પરમારને એસીબીએ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ફરાર કર્મચારીને એસીબીની ટીમ શોધી કહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch