Sun,17 November 2024,3:51 pm
Print
header

અમદાવાદ: રોંગ સાઇડમાં આવતી BRTS એ એક્ટિવાને લીધું અડફેટે, છાપા વિતરકનું મોત

અમદાવાદઃ શહેરમાં લોકડાઉન બાદ બીઆરટીએસ સેવા ફરીથી શરૂ થઈ ગઈ છે. પરંતુ જેમ ફાવે તેમ દોડતી બીઆરટીએસ બસે ફરી એક વખત નિર્દોષ નાગિરકનો ભોગ લીધો છે. અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે વહેલી સવારે એકિટવાચાલકનું રોગ સાઈડમાં આવેલી BRTS બસની ટક્કરે મોત નીપજ્યું છે.મૃતક છાપા વિતરણનું કામ કરતો હતો આજે સવારે ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર  થઇ ગયા હતા, જેથી બસ-ચાલક ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. લોકોએ બસ-ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય BRTS ના નારા લગાવ્યાં હતા. પોલીસે લાશને પીએમ માટે મોકલીને BRTS બસચાલક સામે ગુનો નોંધ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાના જણાવ્યાં મુજબ BRTS બસ સ્ટેન્ડ નજીકના સીસીટીવી ફૂટેજ મુજબ એક્ટિવા ચાલક રોડ ક્રોસ કરતો હતો ત્યારે તેણે બસને આવતી દેખાઇ ન હતી અને અકસ્માત સર્જાયો હતો, ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch