Mon,18 November 2024,4:05 am
Print
header

CGST ના મહિલા જોઇન કમિશનર અને અન્ય એક અધિકારી દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ACB ની મોટી કાર્યવાહી

અમદાવાદઃ સીજીએસટી વિભાગના વધુ બે અધિકારીઓ લાંચના છટકામાં ફસાઇ ગયા છે અગાઉ વેપારીઓની હેરાનગતિ અને લાંચના અનેક કેસ સીજીએસટી વિભાગમાં સામે આવ્યાં છે હવે વધુ બે અધિકારી લાંચ લેતા ઝડપાઇ ગયા છે અમદાવાદમાં સેટેલાઇટ સીમા હોલ પાસે આવેલી સીજીએસટીની ઓફિસમાં એક્સાઇઝના જોઇન કમિશનર મહિલા અધિકારી નીતુસિંહ અનિલ ત્રિપાઠી (IRS-2009) અને પ્રકાશ રસાણીયા( સુપ્રિટેન્ડેન્ટ, ડિવિઝન-6 ) 1.50 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. મહિલા કોરોનાની રસી લેવા બહાર ગયા હતા ત્યારે તેમને ફોન કરીને પ્રકાશ રસાણીયાને લાંચના દોઢ લાખ રૂપિયા લઇ લેવા કહ્યું હતુ ત્યારે જ એસીબીએ આ કાર્યવાહી કરી હતી

રમકડાના વેપારી ફરિયાદીએ ઇમ્પોર્ટ કરેલા 3.62 કરોડ રૂપિયાના માલ સામે લેવાની થતી ટેક્ષ ક્રેડીટ (આઇટીસી) ચૂકવવા આરોપીઓએ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં અંતે દોઢ લાખ રૂપિયામાં નક્કિ કરાયું હતુ, આયાત-નિકાસનો ધંધો કરનારા વેપારીની હેરાનગતિ થઇ રહી હતી, આ લાંચિયા મહિલા અધિકારી અને તેમના સાથી અધિકારીએ દોઢ લાખ રૂપિયાની લાંચ માંગી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો જેમાં એસીબીએ આ ઓપરેશન પાર પાડ્યું છે હાલ આ કેસની વધુ તપાસ શરૂ કરાઇ છે સાથે જ આ ટ્રેપને કારણે અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. નોંધનિય છે કે અગાઉ પણ સીજીએસટીના અનેક અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને હેરાનગતિની ફરિયાદો થઇ ચુકી છે. જો કે આ વખતે એક મહિલા આઇઆરએસ અધિકારી લાંચ લેતા ઝડપાઇ જતા ચર્ચાઓ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch