Sat,16 November 2024,7:02 pm
Print
header

પતંગ ચગાવી રહેલા વધુ એક બાળકનું મોત, 12 વર્ષનો કિશોર ધાબા પરથી નીચે પટકાયો- Gujarat Post

અમદાવાદઃ ઉતરાયણ પહેલા બાળકો પતંગ અને દોરા લઇને ધાબા પર ચઢી જતા હોય છે, આ તહેવારનો ઉત્સાહ બાળક હોય કે મોટા વ્યક્તિઓ બધાને હોય છે. ઉત્તરાયણના નજીકના દિવસોમાં નાના બાળકોને પંતગ ચગાવવા એકલા મૂકવા એ જોખમી છે. સુરત બાદ હવે અમદાવાદના કુષ્ણનગર વિસ્તારમાં પતંગ ચગાવતો બાળક ધાબા પરથી નીચે પટકાતા તેનું મોત થઇ ગયું છે. 

કુષ્ણનગર વિસ્તારના પ્રિસ ચુનારા હાઉસિંગ બોર્ડના મકાનમાં બાળક ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો અને અચાનક ત્રીજા માળેથી નીચે પટકાયો હતો.ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો, વ્હાલસોયા પુત્રનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.બાળક ધોરણ 7 માં અભ્યાસ કરતો હતો.આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

નોંધનિય છે કે સુરતના અડાજણ વિસ્તારમાં 4 વર્ષનો બાળક બહેન અને તેના મિત્રો સાથે પતંગ ચગાવવા અગાસી પર ગયો હતો, બહેનની નજર સામે બાળક નીચે પટકાતા તેનું કરુણ મોત થયું હતું. મૃતક બાળકના પિતા એગ્રીકલ્ચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. તેને માથા અને છાતીમાં ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch