Fri,15 November 2024,11:07 pm
Print
header

એક માતાની શું હશે મજબૂરી ? અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ પરથી ત્યજી દેવાયેલું 3 વર્ષનું બાળક મળી આવ્યું- Gujarat Post

અમદાવાદઃ ગુજરાતમાં બાળકોને ત્યજી દેવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ચાણક્યપુરી બ્રિજ પરથી 3 વર્ષનું બાળક મળી આવ્યું છે.આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે પહોંચી ગઇ હતી અને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યું છે. આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને 3 વર્ષના બાળકને ત્યજી દેનારાને પકડવા કવાયત તેજ કરી છે. 

બીજી તરફ સરખેજ- ગાંધીનગર હાઇવે પર અડાલજ નજીકના રસ્તાની ડાબી બાજુએ અવાવરૂં જગ્યા પરથી નવજાત બાળક મળી આવ્યું હતું. સરગાસણ 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફે આ બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યું હતુ, આવા પ્રકારની ઘટના અનેક વાર બનતી હોય છે.થોડા સમય પહેલા સાબરકાંઠામાં પણ એક બાળકીને જીવતી જમીનમાં ડાટી દીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું હતુ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch