Mon,18 November 2024,3:27 am
Print
header

ગોતા-ચાંદલોડિયા વિસ્તાર બની રહ્યો છે કોરોનાનું હબ, શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે પણ લાઇનો લાગી

અમદાવાદઃ કોરોનાએ માજા મુકી દીધી છે આજે શહેરમાં 664 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 4 વધુ લોકોનાં મોત થયા છે શહેરમાં ખાસ કરીને ગોતા-ચાંદલોડિયા, ઘાટલોડિયા જેવા વિસ્તાર કોરોનાનું હબ બની રહ્યાં છે ચાંદલોડિયામાં સિલ્વર સ્ટાર ચાર રસ્તા પર આવેલા કોર્પોરેશનના કોરોના ટેસ્ટ ડોમમાં ગઇકાલે અંદાજે 150 માંથી 75 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં હતા અને આજે 130 માંથી 50 જેટલા લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતા જેના પરથી અંદાજ લગાવી શકાય કે કોરોના કેટલો ઝડપથી ફેલાઇ રહ્યો છે. 

સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધતા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે કલાકોમાં જ 100 થી વધુ ઇમરજન્સી કેસ આવ્યાં છે શહેરમાં કોરોનાના બેડ વધી રહ્યાં છે. શહેરમાં કોરોના સામેના રેમડેસિવિર ઈન્જેક્શન લેવા પણ લોકોની લાઇન લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા, ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે અંદાજે 200 લોકોએ લાઇનમાં ઉભા જોવા મળ્યાં હતા. અન્ય જગ્યાઓ કરતા અહીં આ ઇન્જેક્શનની કિંમત ઓછી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch