Sun,17 November 2024,12:25 am
Print
header

વધુ બે લાંચિયા ACBના સકંજામાં, પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ રૂ. 5100ની લાંચ લેતા ઝડપાયા

તમારે અરજીની તપાસ કરાવવી છે તો નાનો- મોટો વહીવટ તો આપવો જ પડશે, કહીને માર્યો દમ 

અમદાવાદઃ માણેક ચોક પોલીસ ચોકીના રાઇટર પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા છે. ફરિયાદીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી હતી તેની તપાસ ખાડિયા પોલીસ સ્ટેશનની માણેક ચોક પોલીસ ચોકીમાં સોંપેલ હતી, માણેક ચોક પોલીસ ચોકીના રાઇટર પોલીસ કોન્સ્ટેબલે અરજીના કામે અરજદારનું નિવેદન લખીને જણાવ્યું હતું કે આ અરજીની તપાસ કરવા નાનો- મોટો વ્યવહાર કરવો પડશે. 

ત્યાર બાદ રાઇટર પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ અને હોમગાર્ડ સાહીલ સલીમભાઇ મિર્ઝાએ રૂ. 5100 ની લાંચ માગી હતી.જે નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીમાં ફરીયાદ કરતા એસીબીએ છટકું ગોઠવીને હોમગાર્ડ અને કોન્સ્ટેબલને પોલીસ ચોકીમાં જ રકમ સ્વીકારતા ઝડપી લીધા છે.

ટ્રેપીંગ અધિકારી સી.યુ.પરેવા, મદદનીશ નિયામક કે. પી. તરેટીયા, સુપરવિઝન અધિકારી કે.બી. ચુડાસમા અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch