Sun,17 November 2024,4:20 pm
Print
header

અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલે માથામાં ગોળી મારીને કર્યો આપઘાત

અમદાવાદઃ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે ગોળી મારીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાલડી પોલીસ સ્ટેશનના લોકરમાંથી રિવોલ્વર કાઢીને હેડ કોન્સ્ટેબલે જાતે ગોળી મારીને આપઘાત કરી લીધો છે.મૃતક હેડ કોન્સ્ટેબલ ઉમેશ ભાટીયા પાલડી પોલીસ મથકમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી છે આ કેસમાં મૃતકની કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી.

શહેરમાં નવા બનેલા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એકાઉન્ટ રાઈટર હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ સવારે સાડા નવ વાગ્યે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયાં હતાં. અને હથિયારો જ્યાં હતા ત્યાં પહોંચીને આત્મહત્યા કરી હતી અન્ય સ્ટાફ બીજી તપાસમાં વ્યસ્ત હતો ત્યારે લોકરની જગ્યાએ આવીને લોકરમાંથી ઉમેશભાઇએ રિવોલ્વર કાઢીને પોતાની જાતને જ ગોળી મારી દીધી હતી. અધિકારીઓએ 108 ઈમરજન્સીની મદદ લીધી હતી. તેમનું સારવાર પહેલાં જ મોત થયું હતું. આ ઘટનાથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઇ ગયો છે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch