Mon,18 November 2024,6:09 am
Print
header

સાવધાન થઇ જજો, ગુજરાતમાં કોરોનાના નવા 715 કેસથી ચિંતા વધી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો ફરીથી ઉપર જઇ રહ્યો છે, ચૂંટણીઓમાં નેતાઓની રેલીઓ, તહેવારોમાં ભીડ અને બજારોમાં કેટલાક લોકોની બેદરકારીને કારણે કોરોનાનું સંક્રમણ પાછું વધી રહ્યું છે આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 715 કેસ નોંધાયા છે 495 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે વધુ 2 લોકોનાં મોત સાથે કુલ મૃત્યુંઆંક 4420 થઇ ગયો છે.

અમદાવાદમાં 145, સુરતમાં 196, વડોદરામાં 117, રાજકોટમાં 69, ભાવનગરમાં 20, ગાંધીનગરમાં 18, ભરૂચમાં 14, કચ્છમાં 13, ખેડામાં 12, મહેસાણા, પંચમહાલમાં 12-12, આણંદમાં 9 કેસ નોધાયા છે. ખાસ કરીને સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોની ભીડ પણ ચિંતા વધારી રહી છે ત્યારે તમે પણ સાવધાન થઇ જજો, કોરોનાની રસી આવી જવાથી સંક્રમણ તરત જ અટકી જશે તે વાત સાચી નથી. સાથે જ તમે કોરોનાનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન ચોક્કસ કરજો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch