Mon,18 November 2024,3:30 am
Print
header

અમદાવાદના આ વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા, જાણો તમારા વિસ્તારમાં શું છે સ્થિતિ ?

અમદાવાદઃ કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે.અમદાવાદ શહેરમાં વધુ નવા 19 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા છે. શહેરમાં કુલ માઈક્રો કન્ટેન્મેન્ટનો આંકડો 300 પર પહોંચ્યો છે. હાલ 24 કલાકમાં વધુ 19 વિસ્તારોનો ઉમેરો થયો છે. હવે શહેેરમાં માઈક્રો કન્ટેનમેન્ટમાં મણિનગર, ભાઈપુરા, થલતેજ, વેજલપુર, બોડકદેવ, ગોતા, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, પાલડી, સરખેજ અને રાણીપના વિસ્તારોનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 2875 કેસ નોંધાયા છે અને 2024 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. તો 14 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં કેસ વધી રહ્યાં છે. 

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch