Sat,16 November 2024,2:16 pm
Print
header

સુરતની મહિલાને અમેરિકાનો મોહ પડ્યો મોંઘો, અમદાવાદી દંપતિએ પડાવી લીધા રૂ. 20 લાખ- Gujarat Post

સુરતઃ અમેરિકાનું બિઝનેસ ગ્રીનકાર્ડ આપવાના બહાને સુરતની કામરેજની મહિલા સાથે અમદાવાદના એક દંપતીએ છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા 20 લાખ પડાવીને દંપતીએ ફોન બંધ કરી દીધો હતો, કામરેજ પોલીસને મહિલાએ ફરિયાદ કરતા છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. એક આરોપીની પોલીસે ધરપકડ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

સુરત કામરેજની નીલકંઠ સોસાયટીમાં ગીતાબેન રેશમિયા નામના મહિલા પુત્ર સાથે રહે છે. વર્ષ 2012માં ગીતાબેન અમદાવાદમાં નોકરી કરતા હતા. તેમને પારૂલ રાઠોડ નામની મહિલા સાથે સંપર્ક થતા તેના પતિ દિપક શાહે બિઝનેસ ગ્રીન કાર્ડ કઢાવી આપવાની વાત કરી હતી. ગીતાબેને અમેરિકાના ગ્રીનકાર્ડ માટે 20 લાખ રૂપિયા આપ્યાં હતા. વર્ષો વીતી જવા છતાં ગ્રીનકાર્ડ ન મળતા આખરે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પારૂલ અને દિપક શાહે 55 લાખ રૂપિયામાં ગ્રીનકાર્ડ કઢાવી આપવાનું નક્કી કર્યું હતું. દિપક શાહે વિશ્વાસ અપાવવા પોતાનો 20 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.ગઇ બીજી ફેબ્રુઆરીએ ચેક બાઉન્સ થતા ફોન કરતા તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. બાદમાં ગીતબેન રેશમિયાએ કામરેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.ઠગ દંપતી પારૂલ રાઠોડ અને દિપક નરસિંહ શાહ સામે ફરિયાદ નોંધાતા પોલીસે દિપક નરસિંહને ઝડપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch