Sun,17 November 2024,8:10 pm
Print
header

ચિંતાજનક સમાચાર, સાબરમતી નદીમાં મળ્યાં કોરોના વાઇરસના નમૂના

અમદાવાદઃ અત્યાર સુધી દેશના અનેક શહેરોમાં સુએજ લાઈનમાં કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે પરંતુ પ્રથમ વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની હાજરી મળતા ચિંતા વધી છે. અમદાવાદની લાઇફલાઇન કહેવાતી સાબરમતી નદીમાં  કોરોના વાયરસ મળ્યો છે. નદીમાંથી લેવામાં આવેલા તમામ સેમ્પલ સંક્રમિત મળ્યાં છે. સાબરમતીની સાથે અમદાવાદના અન્ય જળ સ્ત્રોત કાંકરિયા, ચંડોળા તળાવમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં પણ સંક્રમણની પુષ્ટિ થઈ છે.
આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની આઠ સંસ્થાઓએ મળીને આ રિસર્ચ કર્યૂં છે. જેમાં નવી દિલ્હી સ્થિત જેએનયુ સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટ સાયન્સીઝના વિદ્યાર્થી પણ સામેલ છે શોધકર્તાએ આસામની ગુવાહટીની નદીઓના પણ સેમ્પલ લીધા હતા. જેમાં ભારુ નદીમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે.
ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના મનીષ કુમારે જણાવ્યું કે, ગત વર્ષે સુએજ સેમ્પલ લઈને તપાસ કરતાં કોરોના વાયરસની હાજરી હોવાની ખબર પડી હતી. જે બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત અંગે ભાળ મેળવવા ફરીથી રિસર્ચ શરૂ કરવામાં આવ્યું હતું જે બાદ અમદાવાદ કે જ્યાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેંટ પ્લાન્ટ છે ત્યાંથી અને ગુવાહાટીમાં એક પણ પ્લાન્ટ નથી ત્યાંથી સેમ્પલ લેવાયા હતા. મનીષ કુમારના કહેવા મુજબ 3 સપ્ટેમ્બર થી 29 ડિસેમ્બર 2020 સુધી દર સપ્તાહે સેમ્પલ લેવાયા બાદ તપાસ કરવામાં આવી હતી.

સાબરમતીમાંથી 694, કાંકરિયાથી 549 અને ચંડોળામાંથી 402 સેમ્પલ લેવાયા હતા.જેની તપાસમાં સંક્રમણ મળ્યું હતું. જેનાથી ખબર પડે છે કે વાયરસ પ્રાકૃતિક જળમાં પણ જીવીત રહી શકે છે તેથી દેશના તમામ પ્રાકૃતિક જળની તપાસ થવી જોઈએ, કોરોનાની બીજી લહેરમાં વાયરસના અનેક ગંભીર મ્યૂટેશન જોવા મળ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch