Mon,18 November 2024,6:00 am
Print
header

Big News- કોરોનાનો કહેર, અમદાવાદના આ 8 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા પછી ખાણીપીણી સહિતના બજારો બંધ

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે શહેરના 8 વોર્ડમાં રાતના 10 વાગ્યા પછી હોટલો સહિત અન્ય ખાણીપીણી બજારો બંધ કરાયા રખાશે, ચાની કિટલી, લારી- ગલ્લા, મોલ, બ્યુટિપાર્લર, સલૂન, જીમ, સ્પા,  કાપડની દુકાનો, ક્લબ અને ધંધાના યુનિટ બંધ રખાશે. શહેરના ગોતા, જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરાં બંધ કરી દેવાશે. માણેકચોક અને રાયપુર ખાણીપીણી માર્કેટ પણ 10 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં કોરોનાના નવા કેસનો આંકડો વધુ આવી રહ્યો છે ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધારે વધી રહ્યું છે જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે કે કેટલાક વિસ્તારોમાં ખાણીપીણીના બજારોમાં ભીડ થતા તેને રાતના 10 વાગ્યા પછી બંધ રખાશે. આ વિસ્તારોમાં કોરોનાના નવા કેસ વધુ આવી રહ્યાં છે જેથી આ નિર્ણય લેવાયો છે અને કોઇ તેનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch