Mon,18 November 2024,1:51 am
Print
header

તમારા ખાનદાન ખતમ થઇ જશે ! નિષ્ફળ વિજય રૂપાણી- નીતિન પટેલને લોકો હવે શ્રાપ આપી રહ્યાં છે !

108 સેવામાં 5 થી 8 કલાકનું વેઇટિંગ, મેડિકલ સેવાઓનું ભોપાળું !

ફાઇલ ફોટો 

અમદાવાદઃ ગુજરાતની દુર્દશા કરનારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને લોકો હવે શ્રાપ આપી રહ્યાં છે મેડિકલ સુવિધાઓના અભાવે રોજના અનેક લોકોનાં મોત થઇ રહ્યાં છે આજે પણ ગુજરાતમાં 157 લોકોનાં મોત થઇ ગયા છે પરિવારજનો પાસે વિલાપ કર્યાં સિવાય કોઇ રસ્તો જ નથી, જનતાની સહનશીલતા હવે તૂટી રહી છે.હોસ્પિટલોમાં ઓક્સીજનની કમી છે, બેડ નથી મળતા, રેમડેસિવિર ઇન્જેક્સન નથી મળી રહ્યાં આ બધાની વચ્ચે જીએમસીડી ગ્રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં શરૂ કરાયેલી ધન્વંતરી હોસ્પિટલમા 108 માં આવનારને જ એડમિટ કરવાનો સરકારનો નિર્ણય વિવાદીત છે 108 માં 5 થી 8 કલાક વેઇટિંગ હોવાનું કહેવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં 8 કલાકે પણ 108 આવતી નથી.

ધન્વંતરી હોસ્પિટલની બહાર પ્રાયવેટ વ્હીકલમાં આવેલા દર્દીઓનાં સગાઓને એડમિટ ન કરતા તેમને રોષ ઠાલવ્યો હતો પોતાના દાદાને એડમિટ કરવા આવેલા એક વ્યક્તિએ મુખ્યપ્રધાન-નાયબ મુખ્યપ્રધાનને શ્રાપ આપતા કહ્યું હતુ કે તમારું ખાનદાન સાફ થઇ જશે ! અમે હેરાન થઇ રહ્યાં છીએ અમારા સ્વજનોના મોત થઇ રહ્યાં છે ચૂંટણીઓમાં ભીડ ભેગી કરનારી ભાજપ સરકાર માત્ર તમાશા જોઇ રહી છે સામાન્ય વ્યક્તિ કયાં જાય તે જ સૌથી મોટો સવાલ છે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ ભયાનક સ્થિતી છે. ગામડાઓમાં સુવિધાઓ જ નથી અને લોકો કોરોનાથી મરી રહ્યાં છે. હાઇકોર્ટની ટકોર છંતા જિલ્લા અને તાલુકા લેવલે લોકો ભટકી રહ્યાં છે ઓક્સીજનની કમીને કારણે લોકોના મોત થઇ રહ્યાં છે. નોંધનિય છે કે ધન્વંંતરી હોસ્પિટલ બહાર પ્રાયવેટ વાહનોમાં આવેલા 2 દર્દીઓને દાખલ ન કરતા તેમના મોત થઇ ગયા છે. અહીં માત્ર 108 માં આવતા દર્દીઓને જ એન્ટ્રી મળી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch