પતિની જાણ બહાર તબીબ સાથે મળીને કાવતરું રચ્યું
પતિને કામ માટે ત્રણ મહિના સુધી મધ્યપ્રદેશ મોકલીને મૃત બતાવીને નાણાં લઇ લીધા
પતિ મધ્યપ્રદેશથી પરત આવ્યો ત્યારે તેને ઘરેથી કાઢી મુક્યો, અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં જ પતિએ ફરિયાદ નોંધાવી
અમદાવાદઃ ક્રાઇમ બ્રાંચમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ખુદ પતિએ ફરિયાદ નોંધાવી છે કે તેની પત્નીએ તેને ત્રણ માસ માટે મધ્યપ્રદેશ પ્રદેશ મોકલીને તેને મૃત બતાવીને રૂપિયા 18 લાખનો વીમો પકવી લીધો છે એટલું જ નહીં તેનો પતિ જ્યારે પરત આવ્યો ત્યારે પોલ ખુલી જતા તેને ઘરેથી કાઢી મુક્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ પતિને મૃત બતાવનાર તબીબ અને ફરિયાદીની પત્નીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
સમગ્ર બનાવની વિગત એવી છે કે 48 વર્ષીય નિમેશ મરાઠી મુળ મધ્યપ્રદેશના બુરહાનપુરનો છે અમદાવાદ સૈજપુર બોઘા ખાતે રહે છે. નિમેશ મરાઠીએ રિલાયન્સ કંપનીનો વીમો ઉતરાવ્યો હતો. ત્રણ વર્ષ પહેલા નિમેશ પાસે કોઇ ખાસ કામ ન હોવાને કારણે તેની પત્ની નંદાએ તેમને થોડા સમય માટે મધ્યપ્રદેશ જઇન ખેતીનું કામ કરવા માટે મોકલી આપ્યો હતો. ત્રણ માસ બાદ તે પરત આવ્યો ત્યારે નંદાએ તેને માર મારીને ઘરેથી કાઢી મુક્યો હતો. તેની સાથે કોઇ સંબંધ ન રાખે તેમ પણ કહ્યું હતું. જો કે થોડા દિવસ બાદ નિમેશને ખબર પડી કે નંદાએ નિમેશને મૃત બતાવીને વીમાના 18 લાખ રૂપિયા મેળવી લીધા હતા. જેથી તેને ઘરેથી કાઢી મુક્યો હતો.આ અંગે ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા નિમેશનું ડેથ સર્ટીફિકેટ બનાવવામાં જજીસ બંગલો ખાતે રહેતા ડો. હરિકૃષ્ણ સોનીએ મદદ કરી હતી.જે અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22