Mon,18 November 2024,5:59 am
Print
header

Breaking News- અમદાવાદમાં શનિવારે અને રવિવારે મોલ-સિનેમા બંધ, રાત્રી કર્ફ્યૂનો સમયે 9 વાગ્યાથી શરૂ થશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શનિવારે તથા રવિવારે મોલ-સિનેમા સંપૂર્ણ બંધ રહેશે, આવતીકાલથી રાતના કર્ફ્યૂનો સમય 10 વાગ્યાની જગ્યાએ રાત્રે 9 વાગ્યાથી લઇને સવાર 6 વાગ્યા સુધી રહેશે જ્યારે વીકએન્ડમાં શનિવારે અને રવિવારના દિવસે મોલ-સિનેમાં બંધ રખાશે, કોરોનાનું સંક્રમણ અટકાવવા શાકમાર્કેટ અને ભીડ થતી જગ્યાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. લોકોને માસ્ક પહેરવા અપીલ કરાઇ છે અને સામાજિક અંતર જાળવવું જરૂરી છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે આજે 1276 નવા કેસ નોંધાયા છે અને વધુ 3 લોકોના મોત થઇ ગયા છે, અમદાવાદમાં 298 કેસ નોંધાતા ચિંતા વધી છે જેને લઇને સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે,સાથે જ શહેરમાં બીઆરટીએસ અને એએમટીએસ સેવાઓ પણ હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે,બગીચા, જીમ, સ્પોર્ટસ ક્લબ પણ બંધ કરવામાં આવ્યાં છે રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch