Sat,16 November 2024,8:04 pm
Print
header

મોબાઇલમાં કોઇ પણ લીંક ક્લિક કરતા પહેલા સાવધાન, સાઇબર ગઠિયાએ વેપારી પાસેથી રૂ. 2.17 લાખ પડાવ્યાં- Gujarat Post

વેપારીના મોબાઇલ ઉપર રૂ. 3 લાખની લોન મંજૂર થઇ હોવોનો મેસેજ આવ્યો હતો 

 

અમદાવાદઃ વટવા જીઆઇડીસી ક્રોસિંગ પાસે રહેતા અને ઝેરોક્ષ- સ્ટેશનરીનો ધંધો  કરતા વેપારીના મોબાઇલ પર રૂ. 3 લાખની લોન મંજૂર થઇ હોવાનો એક મેસેજ આવ્યો હતો. વેપારીએ આ લિંક ક્લિક કર્યાં બાદ સાઇબર ગઠિયાએ વિશ્વાસમાં લઇને વેપારી પાસેથી રૂપિયા 2.17 લાખ પડાવી લીધા હતા.આ મામલે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

છેતરાયેલા કેયુરભાઇ સૂર્યકાન્ત દરજી વટવા જીઆઇડીસી ક્રોસિંગ પાસે પુનિતનગર જયશ્રી શોપિંગ સેન્ટર ડિજીટલ વલ્ડૅ નામથી ઝેરોક્ષ, લેમિનેશન સહિત સ્ટેશનરીનો વ્યવસાય કરે છે, કેયુરભાઇના પિતાના મોબાઇલમાં રૂ. 3 લાખની લોન મંજૂર થઇ હોવાનો ગઈ 15 તારીખે મેસેજ આવ્યો હતો તેની સાથે લિંક પણ આવી હતી. મેસેજમાં લખ્યું હતું આ લિંન્કને ક્લિક કરો અને યુવકે લિંક ક્લિક કરતાં ફોર્મ આવ્યું હતું જેમાં બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો યુવકે ભરી હતી 

સાઇબર ગઠિયાએ પ્રોસેસીંગ ફ્રી માટે રૂ. 25,000 ભરવાનો મેસેજ કરીને પ્રથમ રૂ. 25,000 પડાવ્યાં હતા,બાદમાં બેન્ક ખાતની વિગતો ખોટી ભરી હોવાનો મેસેજ કરીને તે સાચી કરવા માટે રૂ. 75,000 ભરાવ્યાં હતા. આમ અલગ અલગ સમયે કુલ રૂ. 2,17,650 ભરાવ્યાં હતા. બાદમાં બીજા રૂ. 50,000 ભરાવાનો મેસેજ આવતાં પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે તમે પણ સાવચેત રહેજો તમારા મોબાઇલ પર આવતી આવી લિંક ઓપન ન કરતા, જરૂર પડે તો નજીકના સાયબર પોલીસમાં આવા મેેસેજની જાણ કરી શકો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch