Sun,17 November 2024,7:08 am
Print
header

પિતા સમાન સસરાથી સંબંધો ન સચવાયા:​​​​​​​ અમદાવાદમાં પતિ ઘરે ન હોય ત્યારે સસરો વહુને કરતો હતો અડપલાં

પ્રતિકાત્મક ફોટો 

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા પરિવારની વહુ પર જ સસરાએ નજર બગાડી હતી, પતિ ઘરે ન હોય ત્યારે સસરો રૂમમાં ઘૂસીને વહુને અડપલાં કરતો હતો, સસરાની આ હરક્તની જાણ પત્નીએ પતિને કરી તો પતિ ઝઘડો કરીને ઘર છોડીને જતો રહ્યો અને બીજા લગ્ન કરી લીધા હતા. બીજા લગ્નના ફોટા પત્નીના વ્હોટ્સએપ મોકલતા પત્ની બેભાન થઇ ગઇ હતી. પરિણીતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હતી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન શરીફ સાથે થયા હતા.સંયુક્ત પરિવારમાં પરણીને ગયેલી યુવતીનું લગ્નજીવન થોડા દિવસ સારું ચાલ્યું બાદમાં સાસુ-સસરાએ દહેજ માટે ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતુ, સસરો વહુ પર હંમેશાં નજર બગાડતો હતો. વહુને એકલી જોઈને તેને પોતાની પાસે ખેંચીને શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કરતો હતો.

આ વાત તેના પતિ શરીફને કરીને કહ્યું કે મારે આ ઘરમાં તારા પિતા સાથે નથી રહેવું, પરંતુ પતિ પણ તેના પિતાનો જ પક્ષ લેતો હતો. શરીફે પત્નીને કહ્યું, મારે તારી સાથે નથી રહેવું, એ સમયે લોકડાઉન હતું અને કામની જરૂર હતી એટલે શરીફ રાજ્ય બહાર જતો રહ્યો હતો.એક દિવસ પરિણીતાના વ્હોટ્સએપ પર ફોટા આવ્યાં, જે જોઈને તે બેભાન થઈ ગઈ હતી, કારણ કે એમાં શરીફે અન્ય કોઈ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. પતિએ યુવતીને ઘરમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું. બાદમાં તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણમાં ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch