Sat,16 November 2024,10:08 am
Print
header

DRI ની કાર્યવાહીઃ અમદાવાદ એરપોર્ટ પર કેન્યાથી લવાયેલું રૂ.60 કરોડનું હેરોઇન જપ્ત- Gujarat Post

અમદાવાદઃ DRI એ અદાણી સંચાલિત અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 60 કરોડના હેરોઇન સાથે 2 વ્યક્તિની ધરપકડ કરી છે. કેન્યાથી ડ્રગ્સ લઈને બંને આરોપીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યાં હતા.બંન્ને મેડિકલ વિઝા પર ગુજરાત આવ્યાં હતા પરંતુ હવે તે ઝડપાઇ ગયા છે. આરોપીઓએ બેગમાં સ્પેશિયલ ખાના બનાવ્યું હતુ, જેમાં આ ડ્રગ્સનો જથ્થો રખાયો હતો. બેગ ફાડીને જોતા તેમા દાણા-પાઉડરના 8 પ્લાસ્ટિક પેકિંગ મળી આવ્યાં હતા.

ડીઆરઆઈના અધિકારીઓને આ ડ્રગ્સની બાતમી મળી હતી. જેમાં એક મહિલા અને એક યુવક ઝડપાઇ ગયા છે.તેમની ચકાસણી કરતા 8.5 કિલો હેરોઈન મળી આવ્યું હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 60 કરોડ રૂપિયા જેટલી થાય છે. આરોપીઓ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થશે, અહીંયા આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો તેની તપાસ થઇ રહી છે.નોંધનિય છે કે અગાઉ પણ આવી રીતે જ ડ્રગ્સનો જથ્થો અનેક વખત ઝડપાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch