Sat,16 November 2024,7:51 am
Print
header

અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં ધો.12ના વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક, શારદાબેન હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ- Gujarat Post

હોસ્પિટલના પ્રાંગણમાં વિદ્યાર્થીના પરિવારજનોનું હૈયાફાટ રૂદન

અમાન આરીફ શેખ નામના 17 વર્ષના વિદ્યાર્થીએ શારદાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં

અમદાવાદઃ આજથી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે. રખિયાલમાં આવેલી સી.એલ.હાઇસ્કૂલમાં ધોરણ-12 કોમર્સમાંં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. વિદ્યાર્થી એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો ત્યારે તેને ઉલટી થવા લાગી હતી. તેને સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડાયો હતો. વિદ્યાર્થીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.

ગોમતીપુરમાં રહેતો અમાન આરીફ શેખ રખિયાલની સી.એલ. સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો. પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઈ હતી. જે બાદ ચેસ્ટ પેઈન થયું હતું અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો.અમાન આરીફ શેખ નામના વિદ્યાર્થીએ શારદાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતા. વિધાર્થીના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલના પ્રાંગણમાં પરિવારજનો એ હૈયાફાટ રૂદન કર્યું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch