Sun,17 November 2024,1:01 pm
Print
header

અંદાજે રૂ.50 કરોડની છેતરપિંડી, બનાવટી ઓનલાઇન એપ્લીકેશન, વેબસાઇટમાં રોકાણ કરવાના નામે ઠગાઇ

અમદાવાદ સાયબર ક્રાઇમે ફરિયાદને આધારે ઉંડાણપૂર્વક તપાસ કરતા કરોડો રૂપિયાની છેતરપિંડી બહાર આવી

ગુજરાતના સ્થાનિક 6 લોકો સહિત 7 ની ધરપકડ કરવામાં આવી 

આરોપીઓ વિવિધ લોકોના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવવાના બદલામાં એક ટકાનું કમિશન આપતા હતા

આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા

અમદાવાદઃ ઓનલાઇન ચાઇનીઝ એપ્લીકેશન અને વેબસાઇટ મારફતે ઉંચુ  વળતર આપવાની લાલચ આપીને હજારો નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા 7 આરોપીઓને ઝડપી લેવામાં અમદાવાદ સાયબર ક્રાઇમને સફળતા મળી છે, આરોપીઓમાં ગુજરાતના છ અને મુંબઇના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. વેબસાઇટમાં રૂપિયા 500થી 8 હજાર સુધીનું રોકાણ કરાવવાનું કહીને છેતરપિંડી કરવામાં આવતી હતી.પ્રાથમિક તપાસમાં જ રૂપિયા 50 કરોડની છેતરપિંડી થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે.  

અમદાવાદના વાડજમાં રહેતા એક વ્યક્તિને એક વેબસાઇટમાં રૂપિયા 8 હજારનું રોકાણ કરાવીને તેને ઉંચા વળતરની લાલચ આપવામાં આવી હતી. જેમાં તેને દરરોજ રૂપિયા 600 થી 1000નો નફો થતો હોવાનો મેસેજ એપ્લીકેશનથી કરવામાં આવતો હતો.જો કે આ નાણાં ખાતાંમાં ટ્રાન્સફર ન થતા તેને તપાસ કરતા માલૂમ પડ્યુ હતું કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેણે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સામાન્ય લાગતી આ છેતરપિંડીની મોડ્સ ઓપરેન્ડીમાં ઉંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે એક ચોક્કસ ગેંગ ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશન અને વેબસાઇટની લીંક એક સાથે હજારો લોકોને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર મોકલીને વેબસાઇટમાં ઉંચા વળતરની લાલચ આપતી હતી. 

બાદમાં તેને કોઇ બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવવાનું કહીને છેતરપિંડી કરતા હતા. ટેકનીકલ સર્વેલન્સને આધારે તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે ગુજરાતમાંથી જ સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતુ. ઝડપાયેલા બે લોકોએ બોગસ કંપનીઓ બનાવીને છેતરપિંડીના રૂપિયા 50 કરોડ જેટલા નાણાં પોતાના બેંક એકાઉન્ટસમાં ટ્રાન્સફર કરાવ્યાં હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપીઓ વિવિધ લોકોને જમા થતી રકમ પર એક ટકા કમીશનની લાલચ આપીને નાણાં જમા કરાવતા હતા. હાલમાં આ કેસની ઉંડી તપાસ થઇ રહી છે હજારો નાગરિકો સાથે છેતરપિંડીનો આંકડો ઉંચો જઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch