Fri,20 September 2024,8:49 pm
Print
header

તમારી દવા નકલી તો નથીને....! સાબરકાંઠામાં FDCA એ રૂ. 40 લાખની નકલી દવાઓ જપ્ત કરી

પ્રતિકાત્મક ફોટો

સાબરકાંઠાઃ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) એ સાબરકાંઠા જિલ્લામાં ગર્ભપાત માટે વપરાતી નકલી દવાઓનો પર્દાફાશ કર્યો છે. સાબરકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએથી અંદાજે રૂ. 40 લાખની કિંમતની નકલી એન્ટિબાયોટિક દવાઓ અને ગર્ભપાત માટે વપરાતી દવાઓ જપ્ત કરવામાં આવી છે, એક અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેની તપાસ થઇ રહી છે.

રૂ. 25 લાખની કિંમતની નકલી એન્ટિબાયોટિક જપ્ત

FDCA કમિશનર એચજી કોશિયાના નિવેદનમાં જણાવાયું છે કે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનને એક સૂચના મળી હતી, જેને આધારે અધિકારીઓએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગિરધરનગર વિસ્તારમાં એક મેડિકલ શોપ પર દરોડા પાડ્યા હતા. દરમિયાન દુકાનમાંથી 25 લાખ રૂપિયાની નકલી એન્ટિબાયોટિકનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

દવા પર નકલી કંપનીનું નામ લખવામાં આવ્યું હતું

જપ્ત કરાયેલી દવાઓ પર ઉત્પાદકનું નામ 'મેગ લાઈફ સાયન્સ, હિમાચલ પ્રદેશ' લખેલું હતું. જ્યારે અધિકારીઓએ હિમાચલ પ્રદેશના ડ્રગ કંટ્રોલરનો સંપર્ક કર્યો, ત્યારે એવી કોઈ કંપની અસ્તિત્વમાં ન હોવાનું બહાર આવ્યું હતુ. અધિકારીઓએ દુકાનના માલિક પાસેથી દવાઓના વેચાણ અથવા ખરીદીના બિલની માંગણી કરી હતી, પરંતુ તે બિલ રજૂ કરી શક્યો ન હતો.

ગર્ભપાત કરાવતી દવાઓનો મોટો જથ્થો જપ્ત

અન્ય એક બનાવમાં એફડીસીએના અધિકારીઓએ હિંમતનગર ટાઉન હોલ પાસેના એક મકાનમાં દરોડા પાડ્યાં હતા અને રૂ. 12.74 લાખની કિંમતની ગર્ભપાતની દવાઓ જપ્ત કરી હતી. આ દવાઓ કોની પાસેથી મંગાવવામાં આવી હતી અને કોને વેચવામાં આવી હતી તે જાણવા માટે અધિકારીઓ પૂછપરછ કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch