Sun,17 November 2024,3:01 am
Print
header

હત્યા પછી 500 રૂપિયાની લૂંટ, ઘાટલોડિયા વૃદ્ધ દંપતિ હત્યા કેસમાં અનેક ખુલાસા થયા

આરોપીઓએ હત્યા કરીને લાશ પાસે સિગારેટ પીધી, છરી ત્યાં જ નાખીને ફરાર થઇ ગયા હતા 

અમદાવાદઃ પોલીસે ખુબ જ ઝડપથી ઘાટલોડિયા વૃદ્ધ દંપતિ હત્યા કેસને ઉકેલી નાખ્યો છે. ધનતેરસના દિવસે પારસમણિ એપાર્ટમેન્ટમાં વૃદ્ધ દંપતિની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખવામાં આવી હતી, પોલીસે ઝારખંડના રહેવાસી બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં સામે આવ્યું છે કે લૂંટના ઇરાદે આ હત્યા કરાઇ હતી, આરોપી મુકુટ હપગદડા અને ઇમન તોપનોએ હત્યા કરીને વૃદ્ધા પાસેથી માત્ર 500 રૂપિયાની લૂંટ કરી હતી, પકડાઇ જવાના ડરથી તેઓ ફરાર થઇ ગયા હતા.

આરોપીઓ બિલ્ડીંગની બાંધકામ સાઇટ ફેલસીયા-2 પર કામ કરતા હતા, નજીકની સોસાયટીઓની રેકી કરીને લૂંટનો પ્લાન બનાવતા હતા. તપાસમાં આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ ઘરમાં મુખ્ય દરવાજાથી ઘૂસ્યાં હતા, હોલમાં કોઇ ન હતુ બીજા રૂમમાં વૃદ્ધા એકલા હતા. તેમને બૂમો પાડતા આરોપીએ તરત જ તેમની છરીથી હત્યા કરી નાખી હતી. બાદમાં વૃદ્ધાના પતિએ આરોપીને ઝડપી લીધો હતો ત્યારે તેમની પણ હત્યા કરી નાખવામાં આવી હતી.

આરોપીઓએ ઘરમાં તિજોરી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, એક આરોપીના શર્ટ પર લોહી લાગી ગયું હતુ, જેથી અન્ય શર્ટ પહેરીને તે ફરાર થઇ ગયો હતો. ભાગતા પહેલા આરોપીઓએ લાશોની નજીક સિગારેટ પીધી હતી, બાદમાં તેઓ ઝારખંડ ચાલ્યાં ગયા હતા. 

પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી પૌત્રી સાથે રહેતા હતાં અને આ સોસાયટીના કેટલાક સીસીટીવી બંધ છે તે પણ આરોપીઓને ખબર હતી, ત્યારે લોકોએ પણ સાવચેત થઇ જવાની જરૂર છે, આવા શખ્સો રેકી કરીને પછી આયોજનબદ્ધ રીતે લૂંટ ચલાવી રહ્યાં છે અને હત્યાઓ કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch